પુણે : ભારત અને ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ વચ્ચેની ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચમાં મહેમાન કિવી ટીમે યજમાન ભારતને 113 રને હરાવીને શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી હતી. રસપ્રદ વાત એ છે કે ન્યુઝીલેન્ડની ક્રિકેટ ટીમે પ્રથમ વખત ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતી છે. ઉપરાંત, ભારતીય ટીમ 2021 પછી પ્રથમ વખત ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી હારી છે.
ભારત માટે મોટો ટાર્ગેટઃ
આ મેચમાં ન્યૂઝીલેન્ડનો બીજો દાવ 255 રન પર સમાપ્ત થયો હતો. આ રીતે ભારતને 359 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ન્યૂઝીલેન્ડ ટીમ માટે ટોમ લાથમે બીજી ઇનિંગમાં 86 રન બનાવ્યા હતા. બીજી ઇનિંગમાં પણ વોશિંગ્ટન સુંદર ભારત માટે સૌથી સફળ બોલર રહ્યો હતો, તેણે 4 વિકેટ ઝડપી હતી. રવિન્દ્ર જાડેજાને 3 અને અશ્વિનને 2 વિકેટ મળી હતી.
ભારતમાં ટેસ્ટ મેચના પ્રથમ દિવસે પ્રથમ દાવમાં તમામ 10 વિકેટ (સ્પિનરો):
- ભારત વિ ન્યુઝીલેન્ડ પુણે 2024
- ભારત વિ ઈંગ્લેન્ડ ધર્મશાલા 2024
- ભારત વિ ઈંગ્લેન્ડ ચેન્નાઈ 1973
- ભારત વિ ઓસ્ટ્રેલિયા ચેન્નઈ 1964
- ભારત વિ ઓસ્ટ્રેલિયા કોલકાતા 1956
- ઈંગ્લેન્ડ વિરુદ્ધ ભારત કાનપુર 1952
ન્યુઝીલેન્ડ સામે શ્રેષ્ઠ બોલિંગ (ભારતીય બોલરો):
8/72: એસ. વેંકટરાઘવન, દિલ્હી, 1965