નવી દિલ્હી: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બેંગલુરુમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચનો પ્રથમ દિવસ વરસાદને કારણે ધોવાઈ ગયો હતો. પરંતુ બીજા દિવસે ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. AccuWeatherના અહેવાલ મુજબ આજે પણ વરસાદની સંભાવના છે પરંતુ વરસાદ હાલ પૂરતો બંધ થઈ ગયો છે.
ન્યૂઝીલેન્ડે ભારતમાં અત્યાર સુધીમાં 12 ટેસ્ટ સીરીઝ રમી છે પરંતુ તે એકપણ ટેસ્ટ સીરીઝ જીતી શકી નથી. ન્યૂઝીલેન્ડે છેલ્લી વખત ભારતમાં 1988માં વાનખેડે ખાતે ટેસ્ટ મેચ જીતી હતી.
ટોસ જીત્યા બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે, 'અમે પહેલા બેટિંગ કરવા જઈ રહ્યા છીએ, શરૂઆતમાં થોડી બેટિંગ કરવી મુશ્કેલ હોઈ શકે છે પરંતુ પિચની પ્રકૃતિ એવી છે કે તમે પહેલા બોર્ડ પર રન બનાવવા માંગો છો. અમે છેલ્લી કેટલીક ટેસ્ટ મેચોમાં સારું પ્રદર્શન કર્યું છે. અમારા માટે આ એક નવી શ્રેણી છે અને અમે સારી શરૂઆત કરવા માંગીએ છીએ. છેલ્લી ટેસ્ટથી બે ફેરફાર કરવામાં આવ્યા છે, સરફરાઝને ગિલની જગ્યાએ અને કુલદીપને આકાશની જગ્યાએ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે.'
ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટોમ લાથમે કહ્યું કે, 'વિકેટ પર ઘણા સમયથી કવર છે, તેથી આશા છે કે અમે શરૂઆતમાં બોલ સાથે તેનો સારો ઉપયોગ કરી શકીશું. હવામાન થોડું ખરાબ છે, તેથી અમે અહીં સારી તૈયારી કરી શક્યા નથી. એજાઝ પટેલની સાથે અમારી પાસે ત્રણ ઝડપી બોલર છે અને અમારી પાસે બે ઓલરાઉન્ડર છે જે સ્પિન બોલિંગ પણ કરે છે.'
ભારતીય ટીમની ખરાબ શરૂઆત:
બીજા દિવસે સ્વચ્છ સાફ હવામાનના કારણે મેચ સમયસર શરૂ થઈ અને ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી. કેપ્ટન રોહિત શર્માના રૂપમાં પ્રથમ વિકેટ પડ્યા બાદ વિરાટ ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવ્યો, કારણ કે શુભમન ગિલ પ્લેઈંગ ઈલેવનમાં નથી.