ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ રાજકોટ પહોંચી રાજકોટ: આગામી 15 તારીખે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમવાની છે. ત્યારે ત્રીજી ટેસ્ટ મેચને લઈને ભારતીય ટીમ રાજકોટ ખાતે આવી પહોંચી છે. ત્યારે ગઈકાલે 12 ફેબ્રુઆરી સોમવારે ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ પણ રાજકોટ ખાતે આવી પહોંચી હતી. ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમને શહેરની 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલી ફોર્ચ્યુન હોટલ ખાતે ઉતારો આપવામાં આવ્યો છે.
ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ રાજકોટ પહોંચી ઈંગ્લેન્ડની ટીમ રાજકોટ પહોંચી:ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના પ્લેયર ફોર્ચ્યુન હોટલ ખાતે પહોંચતા તેમનું હોટલ પ્રશાસન દ્વારા ફૂલોના હાર પહેરાવીને ભારતીય પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજકોટના આંગણે ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના જ્હોની બેરસ્ટો, જીમી એન્ડરસન, જો રૂટ, માર્ક વૂડ, રેહાન અહેમદ, શોએબ બશીર, ઓલી પોપ, રોબિન્સન, બેન સ્ટોક્સ, જેક ક્રોલી સહિતના ક્રિકેટરો પધાર્યા છે. આજે મંગળવારે (13 ફેબ્રુઆરી) બંને ટીમો નેટ પ્રેક્ટિસ કરે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. જ્યારે રાજકોટમાં આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચ રમાવવાની હોવાના કારણે સૌરાષ્ટ્રવાસીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ રાજકોટ પહોંચી રાજકોટમાં 15 ફેબ્રુ.એ ત્રીજી ટેસ્ટ: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 15 ફેબ્રુઆરીના રોજ ત્રીજી ટેસ્ટ મેચ રમવા જઈ રહી છે. જેને 12 ફેબ્રુઆરીએ ઇંગ્લેન્ડની ટીમ સીધી જ અબુધાબીથી ફ્લાઈટ મારફતે રાજકોટ આવી પહોંચી હતી. રાજકોટ એરપોર્ટ ઉપર પ્રથમ વખત કોઈ ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઉતરી હોય તેવી સંયોગ રચાયો. ઇંગ્લેન્ડની ટીમ એરપોર્ટ ખાતે આવતાં જ જામનગર ખાતેથી તાત્કાલિક કસ્ટમ વિભાગના અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા અને એરપોર્ટ ઉપર જ ઈમીગ્રેશન કાઉન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન ઇંગ્લેન્ડની ટીમના એક પ્લેયર રેહાન અહેમદના વિઝામાં ઇસ્યુ આવતા તેને એરપોર્ટ ઉપર રોકવામાં આવ્યો હતો. ત્યારબાદ આ પ્લેયરને બે દિવસનું એકશટેન્શન મળતા તાત્કાલિક ટીમ સાથે તેને એરપોર્ટ ઉપરથી જવા દેવામાં આવ્યો હતો.
ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ રાજકોટ પહોંચી 5 દિવસ ટેસ્ટ ક્રિકેટનો રોમાંચ: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચને લઈને હવે બંને ટીમોનું રાજકોટમાં આગમન થઈ ગયું છે. ત્યારે આજે (13 ફેબ્રુઆરી) બંને ટીમો ખંઢેરી ગ્રાઉન્ડ ખાતે પ્રેક્ટિસ કરે તેવી પણ શક્યતાઓ છેએવામાં આગામી 15થી 19 ફેબ્રુઆરી ભારત ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ રાજકોટમાં રમાનાર છે. ત્યારે આવતીકાલે બંને ટીમો નેટ પ્રેક્ટિસ કરશે.
- India vs England: ભારત ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ, ભારતીય ક્રિકેટર રાજકોટ પહોંચ્યા
- GCA annual meet : ગુજરાત ક્રિકેટ એસોસિએશનની 87મી વાર્ષિક સાધારણ સભામાં લેવાયા મહત્વના નિર્ણયો