હૈદરાબાદ: આઈપીએલ 2025 ની ચર્ચા અત્યારથી જ સંભળાઈ રહી છે. દરેક ટીમોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. IPL 2025 માટે મેગા ઓક્શન 24-25 નવેમ્બરના રોજ થવાનું છે. પરંતુ આ હરાજી પહેલા મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. મેગા ઓક્શન પહેલા જ તેના પર આગામી આઈપીએલ સિઝન માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
IPL માં હાર્દિક પંડયા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો:
મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા પર આઈપીએલ 2025ની શરૂઆત પહેલા જ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તેની પાછળનું કારણ ગત સિઝનમાં મેચ દરમિયાન ધીમી ઓવર રેટના કારણે હાર્દિક પર આગામી સિઝનની પ્રથમ મેચ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. વાસ્તવમાં મુંબઈ ઈન્ડિયન્સની છેલ્લી સિઝન બિલકુલ સારી રહી ન હતી.
શું છે નિયમ?:
તમને જણાવી દઈએ કે IPL ગવર્નિંગ કાઉન્સિલના નિયમો અનુસાર, જો કોઈ કેપ્ટન ત્રણ મેચમાં ધીમી ઓવરને રેટ કરે છે, તો તે કેપ્ટન પર ત્રણેય મેચ માટે 30 લાખ રૂપિયાનો દંડ અને એક મેચનો પ્રતિબંધ લગાવવામાં આવે છે. આ જ કારણ છે કે, હાર્દિક પર એક મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. IPL 2024 ની છેલ્લી મેચમાં, હાર્દિક પંડ્યાની મુંબઈ ઈન્ડિયન્સ તેની 20 ઓવર સમયસર પૂરી કરી શકી નહોતી, જેના કારણે તેના પર આ IPL સિઝનની પ્રથમ મેચ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.