ગુજરાત

gujarat

ETV Bharat / sports

GCAએ મેન અને વુમન અંડર-19 T20 ટ્રોફી 2024-25 ટીમની જાહેરાત કરી - UNDER19 T20 TROPHY 2024 25 - UNDER19 T20 TROPHY 2024 25

ગુજરાતમાં ક્રિકેટનો ક્રેઝ વધતો જાય છે અને નેશનલ ક્રિકેટ ટીમમાં ગુજરાતના ખેલાડીનો દબદબો વધતો જાય છે. ત્યારે ગુજરાતમાં ક્રિકેટરની સંખ્યા વધી છે. ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા આજે વર્ષ 2024-2025 CE'S T20 TROPHY માટે મેન અને વુમન ટીમની જાહેરાત કરી છે. શું છે વધુ વિગતો જાણીએ..., Under-19 T20 Trophy 2024-25

ગુજરાતની અંડર-19 T20 ટ્રોફી 2024-25ની મેન ટીમ
ગુજરાતની અંડર-19 T20 ટ્રોફી 2024-25ની મેન ટીમ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 1, 2024, 6:06 PM IST

અમદાવાદ:દેશમાં હાલ ડોમેસ્ટિક ક્રિકેટ ટૂર્નામેન્ટ ફૂલ જોશમાં ચાલી રહી છે. નેશનલ ટીમમાં ગુજરાતના જસપ્રિત બુમરા, રવિન્દ્ર જાડેજા, અક્ષય પટેલ અને હાર્દિક પંડ્યા વિજય શિલ્પી રહે છે. ગુજરાતમાં ક્રિકેટનો ક્રેઝ વધતા હવે અંડર-19ની ટીમમાં સમાવેશ થવા માટેની હોડ વધી છે.

ગુજરાતની અંડર-19 T20 ટ્રોફી 2024-25ની મેન ટીમ

ગુજરાત ક્રિકેટ એસોસિએશન અંડર-19 T20 ટ્રેફી માટેની મેન ટીમ રુદ્ર એમ. પટેલની કપ્તાનીમાં જાહેર કરી છે. ગુજરાતની મેન અંડર-19 T20 ટ્રોફી 2024-25 માટેની ટીમ 4, ઓક્ટોબરથી 10, ઓક્ટોબર સુધીના સાત દિવસમાં કુલ પાંચ ટી-20 મેચ પોંડિચેરી ખાતે રમશે. જેનો કાર્યક્રમ નીચે પ્રમાણે છે.

  • 4, ઓક્ટોબર -ગુજરાત vs ઝારખંડ
  • 6, ઓક્ટોબર - ગુજરાત vs મણિપુર
  • 8, ઓક્ટોબર - ગુજરાત vs હરિયાણા
  • 10, ઓક્ટોબર - ગુજરાત vs ઉત્તર પ્રદેશ
  • 12, ઓક્ટોબર - ગુજરાત vs દિલ્હી

મેન અંડર-19 T20 ટ્રોફી 2024-25ની ગુજરાતની ટીમમાં સમાવેશ થયેલ ખેલાડીઓ: રુદ્ર પટેલ (કપ્તાન, વિકેટકિપર), મલય શાહ, ક્રિશ ચૌહાણ, મૂલરાજ સિંહ ચાવડા, લવ પઢિયાર, નિશીત ગોહિલ, રુદ્ર એન. પટેલ, પુરવ પુજારા, રુદ્ર પી. પટેલ, મિત પટેલ, ખીલન પટેલ, જય સોલંકી, કાવ્ય પટેલ, હેનિલ પટેલ, વસુ દેવાણી અને વ્રજ દેસાઈ. આ ટીમ સાથે કોચ તરીકે તેજસ વરસાણી, હેમ જોશીપુરા અને કલ્પેશ પટેલ જોડાશે. તેમજ ટીમ સાથે અનુજ પન્વર ટ્રેનર, ફિઝિયો જીમી પટેલ, જીગ્નેશ પટેલ વીડિયો એનાલિસ્ટ અને સંજય લિંબાચીયા મેનેજર તરીકે જોડાશે.

ગુજરાતની અંડર-19 T20 ટ્રોફી 2024-25ની વુમેન ટીમ (Etv Bharat Gujarat)

ગુજરાતની અંડર-19 વુમન ટીમની પસંદગી: ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા વુમન અંડર-19 T20 ટ્રોફી 2024-25 માટે ટીમની જાહેરાત કરી છે. આ ટીમના કપ્તાન સંચિતા છંગલાની રહેશે. ગુજરાતની વુમન ટીમ 2, ઓક્ટોબરથી 8, ઓક્ટોબર સુધી ચેન્નાઈ ખાતે પોતાની ચાર T20 મેચ રમશે. ટીમમાં કુલ 15 ખેલાડીઓને પસંદ કરાયા છે.

ગુજરાત અંડર-19 T20 વુમન ટીમના ખેલાડીઓ:સંચિતા છાંગલાની, નિધિ દેસાઈ, શ્રેયા ખલાસી (વિકેટકીપર), અચ્છાસ પરમાર, દિયા જરીવાલા, ચાર્લી સોલંકી, પૃષ્ટિ નાડકર્ણી, હર્ષિતા યાદવ, જીયા જૈન, યશ્વી માલમ, વેનિસા ગજ્જર, શિવાની ગુપ્તા, દિયા વરધાની, ભૂમિ દવે અને ગૌરી ગોયલ. આ ટીમ સાથે કોચ તરીકે સ્મૃતિ સિંહ, ફાલ્ગુની ચૌહાણ રહેશે. ટીમના ટ્રેનર પ્રિયંકા પટેલ, ફિઝિયો રિદ્ધિ મોવડીયા અને મેનેજર તરીકે રૂપલ ચોક્સી જોડાશે.

ચેન્નાઈ ખાતે ચાર મેચનું આયોજન આ પ્રમાણે છે:

  • 2, ઓક્ટોબર - ગુજરાત vs બરોડા
  • 4, ઓક્ટોબર - ગુજરાત vs છત્તીસગઢ
  • 6, ઓક્ટોબર - ગુજરાત vs મિઝોરમ
  • 8, ઓક્ટોબર - ગુજરાત vs બિહાર

આ પણ વાંચો:

  1. બીજી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાનો દબદબો, ભારતે બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું - IND vs Bangladesh Test

ABOUT THE AUTHOR

...view details