હૈદરાબાદ: ક્રિકેટ જગતમાં પુરુષ ક્રિકેટના કરોડો ચાહકો છે, પરંતુ તેની સામે મહિલા ક્રિકેટણે હજુ વધારે પ્રાધાન્ય કમળી રહયું નથી. પરંતુ નવાઈની વાત એ છે કે, પુરુષોના વર્લ્ડ કપના 2 વર્ષ પહેલા જ મહિલાઓનો પ્રથમ વર્લ્ડ કપ યોજાઇ ગયો હતો. જે ખૂબ જ રસપ્રદ વાત લાગે છે. ચાલો જાણીએ આ મેચ વીશી વધુ આગળ.
1973માં પ્રથમ વખત રમાયેલ મહિલા ODI ક્રિકેટ વર્લ્ડ કપ, ક્રિકેટની સૌથી જૂની વૈશ્વિક ટુર્નામેન્ટ છે, જે પુરુષોની ઈવેન્ટના બે વર્ષ પહેલા શરૂ થઈ હતી. અત્યાર સુધીમાં 12 આવૃત્તિઓ સાથે, ઓસ્ટ્રેલિયાએ સાત ટાઇટલ જીતીને સ્પર્ધામાં પ્રભુત્વ જમાવ્યું છે, જ્યારે ઇંગ્લેન્ડ ચાર ટાઇટલ સાથે બીજા સ્થાને છે. ભારત બે વખત ફાઇનલમાં પહોંચવા છતાં હજુ સુધી ટાઈટલ જીતી શક્યું નથી.
આ પ્રથમ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 20 જૂનથી 28 જુલાઈ 1973 દરમિયાન ઈંગ્લેન્ડમાં યોજાયો હતો. આ ટુર્નામેન્ટ યજમાન ઈંગ્લેન્ડે જીતી હતી. આ વર્લ્ડ કપ રાઉન્ડ-રોબિન ફોર્મેટમાં રમાયો હતો, અને ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, જમૈકા, ન્યુઝીલેન્ડ, ત્રિનિદાદ, યંગ ઈંગ્લેન્ડ અને ઈન્ટરનેશનલ ઈલેવન ટીમે ભાગ લીધો હતો.
વિમેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ એ મહિલાઓની રમતની સૌથી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાંની એક છે અને તેમાં હંમેશા વિશ્વની ટોચની ટીમો ઉત્સાહપૂર્વક ભાગ લે છે. આ ટુર્નામેન્ટનો લાંબો અને સમૃદ્ધ ઈતિહાસ છે અને તે અત્યાર સુધીની કેટલીક મહાન મહિલા ક્રિકેટરો દ્વારા જીતવામાં આવી છે.