શારજાહ (યુએઈ): ICC મહિલા T20 વર્લ્ડ કપની 13મી આજે 10 ઓક્ટોબરે બાંગ્લાદેશ મહિલા ક્રિકેટ ટીમ અને વેસ્ટ ઈન્ડિઝ મહિલા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ વચ્ચે રમાશે. બંને ટીમો વચ્ચેની મેચ IST (ભારતીય સમય અનુસાર) સાંજે 7.30 વાગ્યે રમાશે.
બંને ટીમો માટે મુખ્ય મેચ:
બાંગ્લાદેશ મહિલા ટીમે જીત સાથે તેમના T20 વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરી. પરંતુ બીજી મેચમાં તેઓ ઈંગ્લેન્ડ સામે 21 રનથી હારી ગયા હતા. આવી સ્થિતિમાં બાંગ્લાદેશની ટીમે સેમીફાઈનલની રેસમાં રહેવા માટે વેસ્ટ ઈન્ડિઝ સામેની આ મેચ જીતવી પડે. બીજી તરફ વેસ્ટ ઈન્ડિઝ તેની પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે 10 વિકેટે હારી ગયું હતું. બીજી મેચમાં સ્કોટલેન્ડથી 2 વિકેટે પરાજય મળ્યો હતો. આથી, વેસ્ટ ઈન્ડિઝનું ધ્યાન ટુર્નામેન્ટમાં તેની બીજી જીત નોંધાવવા માટે બાંગ્લાદેશને હરાવવા પર રહેશે. બંને ટીમો વચ્ચે આ રોમાંચક મેચ થવાની અપેક્ષા છે.
હેડ-ટુ-હેડ રેકોર્ડ:
બાંગ્લાદેશ મહિલા અને વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમ T20I માં 3 વખત રમી છે. જેમાં વેસ્ટ ઈન્ડિઝનો દબદબો જોવા મળી રહ્યો છે. વેસ્ટ ઈન્ડિઝે ત્રણેય મેચ જીતી છે, બાંગ્લાદેશ એક પણ મેચ જીતી શક્યું નથી. આવી રીતે આજે બાંગ્લાદેશની ટીમ T20માં પોતાની પ્રથમ જીત નોંધાવવાના ઈરાદા સાથે વેસ્ટ ઈન્ડિઝ સામે ટકરાશે.
- ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024 બાંગ્લાદેશ મહિલા વિ વેસ્ટ ઈન્ડિઝ મહિલા મેચ ગુરુવાર, 10 ઓક્ટોબરના રોજ રમાશે.
- ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024 બાંગ્લાદેશ મહિલા વિ વેસ્ટ ઈન્ડિઝ મહિલા મેચ શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ, શારજાહ ખાતે યોજાશે.
- ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024 બાંગ્લાદેશ મહિલા વિ વેસ્ટ ઈન્ડિઝ મહિલા મેચ IST સાંજે 07:30 વાગ્યે શરૂ થશે.
- ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024 બાંગ્લાદેશ મહિલા વિ વેસ્ટ ઈન્ડિઝ મહિલા મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર ટીવી પર જોઈ શકાય છે.
- તમે ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024 બાંગ્લાદેશ વિમેન્સ વિ વેસ્ટ ઈન્ડિઝ મહિલા લાઈવ સ્ટ્રીમિંગ Disney+ Hotstar એપ અને વેબસાઈટ પર જોઈ શકો છો.
બંને ટીમો માટે સંભવિત પ્લેઈંગ 11:
વેસ્ટ ઈન્ડિઝ મહિલા ટીમ: હેલી મેથ્યુસ (કેપ્ટન), કિયાના જોસેફ, સ્ટેફની ટેલર, શામીન કેમ્પબેલ (વિકેટકીપર), ડિઆન્ડ્રા ડોટિન, ચિનેલ હેનરી, આલિયા એલન, ચાડિયન નેશન, એફી ફ્લેચર, અશ્મિની મુનિસર, કરિશ્મા રામહરક.
બાંગ્લાદેશ મહિલા ટીમઃ શાતિ રાની, દિલારા અખ્તર, શોભના મોસ્ટોરી, નિગાર સુલતાના (કેપ્ટન અને વિકેટકીપર), તાજ નેહર, શૂર્ના અખ્તર, રિતુ મોની, ફાહિમા ખાતૂન, રાબેયા ખાન, નાહિદા અખ્તર, મારુફા અખ્તર.
આ પણ વાંચો:
- સ્ટાર ઓલરાઉન્ડર જાડેજાએ જામનગરના ફાર્મહાઉસમાં માણી ઘોડેસવારીની મજા, શાહી અંદાજમાં દોડાવ્યો ઘોડો…
- મહિલા ટી20 વર્લ્ડ કપમાં ભારતે શ્રીલંકાને 82 રને હરાવ્યું, સેમિફાનલની આશા જીવંત…