નિલેશ કુંભાણીની પ્રતિક્રિયા સુરત: સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભારની જ નહીં પરંતુ ડમી ઉમેદવાર સુરેશ પડસાલા માટે પણ મુશ્કેલી છે, કારણ કે બંનેના જે પણ ચાર ટેકેદારો છે તેઓએ ચૂંટણી અધિકારી સમક્ષ એફિડેવિટ કરી છે, કે કોંગ્રેસ ઉમેદવારોના ઉમેદવારી ફોર્મમાં જે સહી કરવામાં આવી છે તે તેમની નથી. જેના કારણે સુરત કલેકટર કચેરી ખાતે હાઈ વૉલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ એકત્ર થઈ ગયા હતા. સુરત જિલ્લા ચૂંટણી પંચ દ્વારા કોંગ્રેસના બંને ઉમેદવારોને આ અંગે સ્પષ્ટતા કરવા માટે રવિવારે 11 વાગે હાજર રહેવા માટે સાથે સુનાવણી માટે જણાવવામાં આવ્યું છે.
સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે પ્રશ્નાર્થ સર્જાયો સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે પ્રશ્નાર્થ સર્જાયો ચૂંટણી સો ટકા જીતવાના: કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ જણાવ્યું હતું કે, ચૂંટણી અધિકારી દ્વારા અમને કાલે 11:00 વાગ્યા સુધીનો ટાઈમ આપવામાં આવ્યો છે. ડોક્યુમેન્ટ પૂરા કરી આ વખતે ચૂંટણી સો ટકા જીતવાના છે. ટેકેદારોનો અપહરણ થયું છે. ટેકેદારો આજ સુધીમાં સંપર્કમાં આવી જશે અને કાલે હાજર થઈ જશે.
ગોપાલ ઈટાલિયાની પ્રતિક્રિયા કોંગ્રેસના નેતા નૈષધ દેસાઈની પ્રતિક્રિયા અપહરણની અરજી પણ કરી: આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલીયા એ જણાવ્યું હતું કે, ટેકેદારોને બળજબરી થી અથવા તો ભયમાં મૂકીને દાગ ધમકી આપીને અથવા તો જીવ જોખમમાં મૂકીને આ પ્રકારે તેમની ઉપર દબાણ ઊભો કરી. ટેકેદારો પાસેથી એફિડેવિટ લઇ કલેકટર કચેરીમાં જમા કરવામાં આવ્યું છે. ટેકેદારો કહેવા માંગે છે કે એફિડેવિટમાં તેમની સહી નથી. એટલે ચૂંટણી અધિકારીએ નિલેશભાઈ પાસેથી ખુલાસો માંગ્યો છે. ટેકેદારો સંપર્કમાં નથી તેમનું અપહરણ કરવામાં આવ્યું છે તે અંગે અમે ઉમરા પોલીસ મથકમાં અપહરણની અરજી પણ કરી છે.
કોણ છે નીલેશ કુંભાણીના ટેકેદાર
- રમેશ બાઉચંદ ભાઈ પોલર ( ભાગીદાર)
- જગદીશ નાનજી સાવલિયા( નીલેશ કુંભાણીના બનેવી )
- ધ્રુવીની ધીરુભાઈ માવલિયા ( ભાણેજ)
ષડયંત્રના ભાગરૂપે કરવામાં આવ્યું છે: નિલેશ કુંભાણીના વકીલ ઝમીરે કે જણાવ્યું હતું કે, ચૂંટણી અધિકારી દ્વારા અમને 11:00 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે ,અમે ટેકેદારો સંદર્ભે ત્યાં સુનાવણીમાં હાજર રહીશું. માત્ર નિલેશ કુંભાણી જ નહીં પરંતુ તેમના ડમી ઉમેદવાર સુરેશભાઈ પડસલાના પણ ટેકેદારો દ્વારા એફિડેવિટના માધ્યમથી જણાવવામાં આવ્યું છે કે એફિડેવિટમાં ટેકેદાર તરીકે તેમની સહી નથી. ષડયંત્રના ભાગરૂપે કરવામાં આવ્યું છે. કારણ કે બંને ઉમેદવારના ચારેય ટેકેદારોએ સાથે અરજી કરી છે. એક જ જગ્યાએ એફિડેવિટ કરવામાં આવ્યા છે. એક સાથે એફિડેવિટ કરવામાં આવ્યા છે જે ષડયંત્ર છે. અમે કાલે સુનાવણીમાં પોતાની વાત મુકીશું.. આવનાર 24 કલાક અમારી માટે ક્રિટિકલ છે.
હાઈ વૉલ્ટેજ ડ્રામા: નિલેશ કુંભાણીની ઉમેદવારી ફોર્મમાં ટેકેદારોની સહીને લઈને સુરત કલેકટર કચેરી ખાતે આજે હાઈ વૉલ્ટેજ ડ્રામાની સ્થિતિ સર્જાઈ હતી. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાનીએ તેમના અફિડેવિટ લઈ પ્રશ્નો ઊભા કર્યા છે. તેઓએ જણાવ્યું હતું કે તેમના ટેકેદારો દ્વારા જે સહી કરવામાં આવી છે, તે યોગ્ય નથી. જેથી નિલેશ કુંભારણીના ફોર્મ સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે. જિલ્લા કલેકટર ચૂંટણી અધિકારીએ નિલેશ કુંભાણીને આ મામલે ચાર વાગ્યા સુધીનો સમય આપ્યો હતો અને કુંભાણી નિયત સમય મુજબ કલેક્ટર સમક્ષ હાજર પણ થયાં હતાં.
આ મામલે સુરત જિલ્લા ચૂંટણી અધિકારી સૌરભ પારઘી તરફથી નિલેશ કુંભાણીને લેખિત જાણ કરવામાં આવી હતી. 20 એપ્રિલ સાંજે ચાર વાગે રૂબરૂ હાજર થઈ દાવા અંગે સ્પષ્ટતા કરવા માટે જણાવ્યું હતું. લેખિત જણાવવામાં આવ્યું હતું કે દિનેશ જોધાણી દ્વારા ઉમેદવારી પત્રકને લઈ વાંધા અરજી કરવામાં આવી છે. સદર વાંધા અરજીને લઈ તેમને એક વાગ્યે સુનાવણી માટે બોલાવવામાં આવ્યા હતા. આજે કુંભાણી નિયત સમયે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, કલેકટરે તેમના નિવેદનો સાંભળ્યા હતા. ત્યાર બાદ ફરી 4 કલાકે નિલેશ કુંભાણી કલેકટર કચેરી પહોંચ્યા હતાં તેમની સાથે આપ નેતા ગોપાલ ઇટાલિયા પણ હાજર રહ્યા હતાં, આ ઉપરાંત વકીલોની ટીમ પણ કલેકટર કચેરી પહોંચી હતી. ત્યારે કુંભાણીએ જણાવ્યું હતું કે, તેમના ટેકેદારોનું અપહરણ કરાયું છે.
- કોંગી ઉમેદવાર નિલેશ કુંભાણીએ નામાંકન ભર્યું, રોડ શો યોજી કર્યું શક્તિ પ્રદર્શન - Lok Sabha Elections 2024
- સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસે નિલેશ કુંભાણીને મેદાને ઉતાર્યા, પાટીદાર યુવા નેતા નિલેશ કુંભાણી પર કળશ ઢોળ્યો - Lok Sabha Election 2024