સુરતમાં ક્ષત્રિયોએ પાટીલ સમક્ષ ભાજપને સમર્થન જાહેર કર્યુ સુરત: રાજકોટના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાનો સતત ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, તેમના વિવાદિત નિવેદનને લઈ અત્યાર સુધી ક્ષત્રિય સમાજ તેમને માફ કરવા તૈયાર નથી આ વચ્ચે સુરત ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના કાર્યાલય પર 115 થી પણ વધુ ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર રહી ભાજપને ટેકો જાહેર કર્યો હતો.
સ્વાભાવિક છે તેઓને ખોટું લાગ્યું છે , સમાજ ના ૧૦૮ લોકો હાજર છે. લોકો જણાવે છે કે નારાજગી રૂપાલા સામે છે પીએમ મોદી સામે નારાજગી નથી, આ માટે તેઓ સામે થી આવ્યા છે. અમે વિરોધ રૂપાલા સુધી મર્યાદીત રાખી ભાજપને સમર્થન આપીશું .
નવસારી અને સુરત શહેર સહિત જિલ્લાના આશરે 115 થી પણ વધુ ક્ષત્રિય સમાજના આગેવાનો આજે સીઆર પાટીલના કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને તેઓએ પીએમ મોદી અને ભાજપને ટેકો જાહેર કર્યો છે. નવસારી ક્ષત્રિય સમાજના આગેવાન શૈલેન્દ્રસિંહ ને જણાવ્યું હતું કે, અમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી થી કોઈ પણ પ્રકારની નારાજગી નથી. અમે ભાજપ સાથે રહીશું. રૂપાલા સામે અમારો વિરોધ યથાવત રહેશે.
આ તકે સંબોધન કરતા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે જણાવ્યું હતું કે, ક્ષત્રિયોનો ઇતિહાસ છે તેઓ મોટું હૃદય રાખી માફી આપે છે અને જરૂર પડ્યે આ ખમીરવંતા સમાજે જાનની આહુતિ પણ આપી છે. અમારો ટાર્ગેટ છે ૫ લાખની લીડ માટે અપેક્ષા અને વિનંતી છે કે તમામ ઉમેદવારોને વિજયી કરે.
મહત્વપૂર્ણ છે કે, આગામી 1 અને 2મેના રોજ પીએમ મોદી સૌરાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર અર્થે આવી રહ્યાં છે, જેથી ભાજપ હવે ક્ષત્રિય સમાજના વિરોધનો નિવેડો લાવવાના પ્રયાસ પુરજોશ માં કરી રહી છે.
- ગુજરાતના સ્થાપના દિને વડાપ્રધાન રાજ્યની 2 દિવસીય મુલાકાતે, 14 લોકસભા બેઠક પર પ્રચારનું 'વાવાઝોડું' ફુંકાશે - Loksabha Election 2024
- પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ, 2 દિવસમાં ગજવશે 6 જાહેરસભા - Lok Sabha Election 2024