દમણ: કેન્દ્ર શાસિત દમણ દીવ લોકસભાના ઉમેદવાર માટે ભાજપ દ્વારા ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં દમણ દિવ માટે લાલુભાઈ પટેલને રિપીટ કરાયા છે. લાલુભાઈ પટેલ આ વખતે ચોથી વાર લોકસભા સીટની ચૂંટણી લડવાના છે. આ પહેલા તેઓ સતત 3 ટર્મથી જીતતા આવ્યા છે.
પોતાની ખુશી વ્યક્ત કરતા લાલુ પટેલે જણાવ્યું હતું કે, લોકોના આશીર્વાદથી અને ભાજપનો તેનામાં રહેલો વિશ્વાસ તેમને આ ટિકિટ અપાવવામાં મહત્વ સાબિત થયો છે. આ વખતે મોદી સરકારનો 400 પારનો નારો છે જેમાં દમણ દિવ પ્રથમ સીટ હશે. તેઓએ આ વિસ્તારમાં અનેક વિકાસના કાર્ય કર્યા છે. આવનારા સમયમાં પણ ફરી ચોક્કસ વિજય મેળવશે અને જનતાના કામ કરતા રહેશે.