ગુજરાત

gujarat

ETV Bharat / politics

સાબરકાંઠા લોકસભા બેઠક 5 લાખથી વધારે લીડ થી જીતીશઃ શોભનાબેન બારૈયા - Sabarkantha lok sabha seat - SABARKANTHA LOK SABHA SEAT

સાબરકાંઠામાં ભાજપ એ ભીખાજી ઠાકોરને ટિકિટ આપ્યા બાદ વિવાદનું વમળ સર્જાતા તેમણે ચૂંટણી લડવાની અસમર્થતા દર્શાવી હતી અને તેમના સ્થાને શોભનાબેન બારૈયાને ટિકિટ આપી છે. તેની સાથે જ મૂળ શિક્ષણ જગતને વરેલા શોભનાબેન રાજકીય અખાડામાં વિધિવત રીતે પ્રવેશી ગયા છે. શોભનાબેન આ બેઠક 5 લાખથી વધુ લીડથી જીતવાનો દાવો કર્યો છે.

સાબરકાંઠા લોકસભા બેઠક પરથી ભાજપે શોભનાબેનને બનાવ્યા છે ઉમેદવાર
સાબરકાંઠા લોકસભા બેઠક પરથી ભાજપે શોભનાબેનને બનાવ્યા છે ઉમેદવાર

By ETV Bharat Gujarati Team

Published : Mar 25, 2024, 6:59 PM IST

સાબરકાંઠાઃલોકસભાની ચૂંટણી જાહેર થતા ની સાથે જ સાબરકાંઠામાં ભાજપ એ ભીખાજી ઠાકોરને ટિકિટ આપ્યા બાદ વિવાદનું વમળ સર્જાતા તેમણે ચૂંટણી લડવાની અસમર્થતા દર્શાવી હતી. જોકે આજે ભાજપ દ્વારા સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે શોભનાબેન બારૈયાની પસંદગી કરી છે. શોભનાબેન બારૈયા છેલ્લા 30 વર્ષથી પ્રાંતિજના માલિશ ગામે શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે, તેઓ પ્રાંતિજના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના ધર્મ પત્ની પણ છે.

પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના ધર્મપત્ની છે શોભનાબેન

જંગી મતથી જીતવાનો દાવોઃસાબરકાંઠામાં ભાજપના લોકસભાના ઉમેદવાર તરીકે શોભનાબેન બારૈયાનું નામ જાહેર થયું છે, તેમનું નામ જાહેર થતાં જ ભાજપના ટેકેદારો અને સમર્થકો દ્વારા ફટાકડા ફોડી એકબીજાનું મોઢું મીઠું કરાવી તેમના નામની પસંદગીને વધાવવામાં આવી. જોકે શોભનાબેન બારૈયા મૂળ શિક્ષણનો જીવ છે, તેઓ છેલ્લા 30 વર્ષથી શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે, તેમણે સાબરકાંઠાના હિંમતનગરથી અભ્યાસ કર્યો છે. બાળકોને શિક્ષણના પાઠ ભણાવનારા શોભના બેન સરકારના વિકાસ અને જનજનમાં વિશ્વાના પાઠ ભણાવવા રાજકીય મેદાનમાં કુદી પડ્યાં છે. તેની સાથે તેમણે આ બેઠક પાંચ લાખથી વધારે લીડ થી કબજે કરશે તેવું નિવેદન આપ્યું હતું.

સાબરકાંઠા લોકસભા બેઠક પરથી ભાજપે શોભનાબેનને બનાવ્યા છે ઉમેદવાર

સાબરકાંઠાનું રાજકારણઃ જોકે સાબરકાંઠા જિલ્લામાં પહેલાથી જ ક્ષત્રિય મતદારો તેમજ ઉમેદવારોનું પ્રભુત્વ રહ્યું છે, ત્યારે ભાજપે ફરી એકવાર સતત હેટ્રિક ગણાય તે રીતે પ્રાંતિજના જ લોકસભાના ઉમેદવાર જાહેર કર્યા છે. 9 લાખથી વધારે ક્ષત્રિય મતદારો હોવાની સાથો સાથ આ બેઠક ઉપર પ્રાંતિજ વિસ્તારનું પ્રભુત્વ રહ્યું છે, ત્યારે શોભનાબેન બારૈયા એ નિવેદન આપતા જણાવ્યું હતું કે, વિકાસની રાજનીતિ થકી તેઓ છેવાડાના મતદાર સુધી જશે અને આગામી સમયમાં આ લોકસભા બેઠક પાંચ લાખથી વધારે લીડ થી જીતશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. જોકે સાબરકાંઠા લોકસભા બેઠકના મતદારો આગામી સમયમાં વિજયનો સરતાજ કોના શિરે પહેરાવે તે તો સમય જ બતાવશે, પરંતુ હાલમાં ભાજપના લોકસભાના ઉમેદવાર શોભનાબેન બારૈયાએ પૂર્ણ આત્મવિશ્વાસથી આ બેઠક ભાજપ કબજે કરશે તેઓ આશાવાદ વ્યક્ત કર્યો છે.

  1. કોંગ્રેસે સાબરકાંઠાથી પૂર્વ CM અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરીને ટિકિટ આપી, ભાજપના ભીખાજી ઠાકોર સામે સીધો મુકાબલો - Sabarkantha Lok Sabha Seat
  2. Sabarkantha Lok Sabha Seat: સાબરકાંઠા બેઠક પર OBC કાર્ડ ચાલશે કે આદિવાસી ?

ABOUT THE AUTHOR

...view details