હૈદરાબાદઃભારતમાં ઈલેક્ટ્રિક વ્હીકલનું માર્કેટ વધતુ જાય છે. લોકો ઈલેક્ટ્રિક વ્હીકલને અપનાવી રહ્યા છે. જો કે ઈલેક્ટ્રિક વ્હીકલનો ભારતમાં પ્રાથમિક તબક્કો ચાલી રહ્યો છે. આ ક્ષેત્રના વિકાસમાં મોટો ફાળો FAME (ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ ઈલેક્ટ્રિક વ્હીકલ) યોજના તેમજ રાજ્ય સ્તરે મળી રહેલ સબસિડીનો રહેલો છે.
ઓએમઆઈ ફાઉન્ડેશનના ઈવી રેડી ઈન્ડિયાના નવેમ્બર 2023 સુધીના ડેટા પરથી ખ્યાલ આવે છે કે ભારતમાં ઈવીનો માત્ર 5 ટકા હિસ્સો છે. એટલે કે ભારતમાં રજિસ્ટર્ડ પ્રત્યેક 100 વાહનોમાંથી 5 વાહનો ઈવી છે. જેમાં વ્હીકલ ટાઈપ વાઈઝ જોઈએ તો થી ટાયર વ્હીકલ્સમાં 50.91 ટકા, લોડિંગ વ્હીકલ્સમાં 32.84 ટકા, ટુ વ્હીલર્સમાં 3.99 ટકા અને ફોર વ્હીલર્સ ખાસ કરીને કારમાં 1.57 ટકા ઈવી જોવા મળે છે. આ વર્ષે મે 2023માં ટુ વ્હીલર્સમાં થયેલ વેચાણ 7.14 ટકાથી ઘટીને 3.99 ટકા થયું છે. જો કે તેને જૂનમાં શરુ થયેલ FAME સબસિડીના ઘટાડા સાથે સાંકળી શકાય છે. તેનાથી ઈવીના વેચાણમાં થતા વધારામાં સબસિડીની મહત્વની ભૂમિકા સમજી શકાય છે.જો કે થ્રી વ્હીલર્સમાં ઈવીના વધુ વેચાણ પાછળનું મુખ્ય કારણ ઈ રિક્શાની ઓછી કિંમત અને પ્રચાર-પ્રસાર પણ છે. ઈ રિક્શાની કિંમત અન્ય રિક્શા કરતાં ઘણી ઓછી છે તેમજ તેમાં સબસિડી પણ મળે છે. જ્યારે બીજી તરફ ટુ અને ફોર વ્હીલર્સમાં આંતરિક દહન એન્જિન internal combustion engine (ICE) ધરાવતા વ્હીકલ્સની સરખામણીમાં ઈવીનું વેચાણ ઓછું જોવા મળે છે. આ સેક્ટરમાં ઈવીના વેચાણને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
1 એપ્રિલ 2019ના રોજ 10,000 કરોડ રુપિયાના બજેટ વાળી FAME II યોજના 31 માર્ચ, 2024ના રોજ સમાપ્ત થવાની છે. 5 ડિસેમ્બર 2023 સુધીમાં આ યોજના અંતર્ગત 11,61,350 ઈવીના વેચાણમાં કુલ રુપિયા 5248 કરોડની સબસિડી ચૂકવવામાં આવી છે. ડોમેસ્ટિક ઈવી ઉદ્યોગો વધી રહ્યા હોવા છતા સરકાર FAME III તબક્કાને શરુ કરવાને લઈને અવઢવમાં છે. આ સબસિડીને યથાવત રાખવા માટે નાણાં વિભાગના વિરોધ પર મીડિયામાં રીપોર્ટિંગ પણ થયું હતું. સરકારનો આ નિર્ણય ઈવી સેક્ટરના વિકાસ પર દૂરોગામી પ્રભાવ પણ પાડી શકે છે. ખાસ કરીને આ સેક્ટરમાં નવા શરુ થતા અને શરુ થઈ ગયેલા સ્ટાર્ટઅપને અસર કરી શકે છે. કેટલાક સરકારી અધિકારીઓ માને છે કે અશ્મિગત ઈંધણ કરતા સ્વચ્છ ઈંધણ વાપરતા ઈવી અનેક દરજ્જે બહેતર છે.સંસદની સ્ટેન્ડિંગ કમિટીએ આ ઉદ્યોગ પર પોતાના 324મો રિપોર્ટમાં એક સ્થાયી નીતિ માળખાની જરુરિયાત વિશે જણાવ્યું છે. બજારમાં રહેલી અનિશ્ચિતતા રોકવા માટે સતત નીતિઓની રજૂઆત ઈવીના ગ્રાહકોના વિશ્વાસમાં કમી લાવી શકે છે અને ઉદ્યોગના વિકાસમાં રોડા પણ નાંખી શકે છે. સમિતિ FAME-II આવનારા 3થી 4 વર્ષો સુધી વધારવા અને તેના વિસ્તૃતિકરણની વકીલાત કરે છે. જે આ સેક્ટરની નીતિગત સ્થિરતાની આવશ્યકતાનું પ્રતિનિધિત્વ કરે છે.
આ ઉપરાંત સંસદીય સમિતી ઈલેક્ટ્રિક મોબિલિટી પર એક સુસંગત અને સ્થિર રાષ્ટ્રીય નીતિ બનાવવા માટેની ભલામણ પણ કરે છે. આવી નીતિ ઈવી ઉદ્યોગ ઉપરાંત ઝીરો કાર્બન અભિયાનનું પણ સમર્થન કરે છે. વર્ષ 2070 સુધીમાં ઝીરો કાર્બન અભિયાનમાં ભારતનું લક્ષ્ય 2030 સુધીમાં એક અરબ ટન કાર્બન ઓછું કરવાનું છે. જેમાં ઈવી મહત્વનું યોગદાન આપી શકે છે. જેમાં ટ્રાન્સપોર્ટેશન સેક્ટરમાં ડીકાર્બોનાઈઝિંગ મહત્વપૂર્ણ ઘટક છે. સંસદીય સમિતિ ભારતમાં ઈલેક્ટ્રિક મોબિલિટી મિશનમાં દેશનું પ્રતિનિધિત્વ વધે તે માટે FAME-II યોજનામાં ફોર વ્હીલર્સને સામેલ કરવાનો પ્રસ્તાવ પણ રજૂ કરી શકે છે.જો વર્લ્ડ વાઈડ વાત કરવામાં આવે તો અનેક દેશોમાં ઈવીનું ચલણ વધારવા અને પ્રોત્સાહન આપવા માટે સબસિડીની યોજનાનું અમલીકરણ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે અમેરિકાએ આઈઆરએ(ઈન્ફલેશન રીડક્શન એક્ટ-IRA)ને અમલી બનાવ્યો છે. ચીનમાં ઈવીનું વેચાણ 30 ટકા સુધી પહોંચી જતા 2022માં ડાયરેક્ટ બાઈંગ પર સબસિડી હટાવી દીધી છે. આ રીતે જ યુનાઈટેડ કિંગડમમાં 2016થી 2022 સુધી ઈવીનું વેચાણ 20 ટકાથી વધુ થતાં ઈલેકટ્રોનિક કારો પર સબસિડી સમાપ્ત કરી દેવાઈ છે. ભારત ઈવીને પ્રોત્સાહન આપવા અને કાર્બન ઉત્સર્જનને ઓછું કરવા માટે સબસિડી યથાવત રાખવા વિચાર કરી શકે છે. અન્ય દેશોમાંથી શીખ લઈને ભારત ઈવીનું વેચાણ 30 ટકા જેટલું થાય ત્યાં સુધી સબસિડી ચાલું રાખે તે જરુરી છે.
ઈલેક્ટ્રિક વ્હીકલ સેક્ટરમાં ભારતની સફર પડકારથી ભરેલ છે. તેમ છતાં સબસિડીના નિરંતર પ્રાવધાન અને એક સુસંગત નીતિ માળખાની સ્થાપના દ્વારા આ સફર ખેડી શકાય છે. આ નિર્ણયો ઈવી સેક્ટરની ઉન્નતિ માટે મહત્વપૂર્ણ છે અને ભારતના ટ્રાન્સપોર્ટેશનને તેના પર્યાવરણીય લક્ષ્યો હાંસલ કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. જેનાથી દેશને વધુ ટકાઉ અને પર્યાવરણ અનુકૂળતા ભવિષ્ય માટે માર્ગદર્શન મળે છે. આ સંદર્ભમાં ભારત માટે આ આવશ્યક છે કે તે FAME યોજનાનો વિસ્તાર કરે અને નવા વ્હીકલ્સનો પણ FAME-IIમાં ઉમેરો કરે. જેમાં ટ્રક જેવા મધ્ય અને વધુ ટેક્સ વાળા વાહનોને સામેલ કરવાથી FAME-II યોજનાનો વિસ્તાર કરી શકાય છે, કારણ કે આ વ્હીકલ કાર્બન ઉત્સર્જનનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે. તેથી ડિકાર્બોનાઈઝેશન સ્ટ્રેટેજી માટે આ નિર્ણય લેવો જરુરી છે.
- Union Budget 2024-25: જાણો બંધારણમાં 'બજેટ' શબ્દનો ઉલ્લેખ કેમ નથી થયો?
- રોગચાળાને પગલે 2020માં વૈશ્વિક વેપારમાં ત્રીજા ભાગ સુધીનો ઘટાડો નોંધાશે: WTO