ગુજરાત

gujarat

ETV Bharat / opinion

કાશ્મીરનું 'એવિયન એરપોર્ટ' વેટલેન્ડ સૂકાવાની અણીએ, વિદેશથી ભારત આવતા પક્ષીઓ માટેનું સ્થળ નામશેષ થવાના આરે !

જમ્મુ અને કાશ્મીરમાં આવેલા 'એવિયન એરપોર્ટ' કે જ્યાં દૂર દૂરથી આવતા પક્ષીઓ તેમનું રોકાણ કરે છે, આવી મહત્વપૂર્ણ જગ્યા લુપ્ત થઈ રહી છે.

એક મિલિયન પક્ષીઓ ઓક્ટોબરથી એપ્રિલ દરમિયાન શિયાળા માટે કાશ્મીર ખીણમાં આવે છે
એક મિલિયન પક્ષીઓ ઓક્ટોબરથી એપ્રિલ દરમિયાન શિયાળા માટે કાશ્મીર ખીણમાં આવે છે (Etv Bharat)

By Moazum Mohammad

Published : Nov 3, 2024, 10:50 PM IST

શ્રીનગર: પાનખરના આગમન સાથે સૂર્યપ્રકાશ હળવો થાય છે, અને પક્ષીઓની ફોજ કાશ્મીર પર ઉતરી આવે છે. ખંડો અને મહાસાગરો પર ઉડતા, લગભગ એક મિલિયન પક્ષીઓ તેમના મૂળ નિવાસસ્થાનથી દૂર ઓક્ટોબરથી એપ્રિલ દરમિયાન શિયાળા માટે કાશ્મીર ખીણમાં આવે છે.

સાઇબિરીયા, ચીન, રશિયા અને યુરોપથી આવેલા આ પક્ષીઓ તેમની પરંપરાગત યાત્રા કાશ્મીરની સંકોચાતી ભીની જમીન પર અટકે છે. આ જગ્યા જે પીંછાવાળા પક્ષીઓ માટે આવશ્યક નિવાસસ્થાન તરીકે કામ કરે છે.

છેલ્લા બે દાયકામાં મુખ્ય યજમાન સ્થળ 'હોકારસર' જેને કાશ્મીરમાં 'વેટલેન્ડ્સની રાણી' તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ધીમે ધીમે અદૃશ્ય થઈ રહ્યું છે. માટી અને કાંપના વિશાળ ઢગલાઓએ ભેજવાળી જમીન પર કબજો જમાવ્યો છે અને ભારે પ્રદૂષણને કારણે તે ગટર જેવું દેખાવા લાગ્યું છે.

કાશ્મીરનું 'એવિયન એરપોર્ટ' વેટલેન્ડ સૂકું થઈ રહ્યું છે (Etv Bharat)

રાજધાની શ્રીનગરથી લગભગ 10 કિલોમીટર દૂર હોકારસર તેની વિશિષ્ટ ભૂગોળ અને પાણીના વિશાળ વિસ્તરણને કારણે દર વર્ષે પાંચ લાખથી વધુ પક્ષીઓને આકર્ષે છે. તેને 2005માં આંતરરાષ્ટ્રીય મહત્વની વેટલેન્ડ હોવાનું પ્રમાણપત્ર પ્રાપ્ત થતાં તેને રામસર સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ સ્થળ આખા વર્ષ દરમિયાન પક્ષીઓના આગમન અને પ્રસ્થાન માટે 'સ્થાયી પક્ષીઓના એરપોર્ટ' તરીકે સેવા આપે છે. મુખ્ય પક્ષીઓની પ્રજાતિઓ કે જેઓ વેટલેન્ડ પર તેમની હાજરીની અનુભૂતિ કરાવે છે તેમાં મેલાર્ડ, કોમન શેલ્ડક, રડી શેલ્ડક, કૂટ્સ, બાર-હેડેડ હંસ, હોંક અને વોટરફોલનો સમાવેશ થાય છે.

પરંતુ તમામ જાતિઓ માટે આ સ્થળ ઝડપથી ઘટી રહ્યું છે અને લુપ્ત થઈ રહ્યું છે. 2014માં આવેલા આવેલા પુરથી મોત પ્રમાણમાં નુકસાન થયું હતું. જેમાં 16 US બિલિયન ડોલરથી વધુનું નુકસાન થયું હતું અને જેના કારણે આ વેટલેન્ડનો મોટો ભાગ કાદવ અને તિરાડોથી ભરાઈ ગયો હતો. આમ, કાશ્મીરમાં સરકાર દ્વારા આ ખીણને પૂરથી બચાવવાની યોજનાઓ બનાવવામાં આવી હતી. પરંતુ આ યોજનાઓથી પૂર પછી અતિક્રમણ અને પ્રદૂષણ થયું હતું, જેના કારણે વેટલેન્ડનું કદ 1969માં 1875.04 હેક્ટરથી ઘટાડીને 1300 હેક્ટર થઈ ગયું છે, જેના કારણે વેટલેન્ડમાં જગ્યાની અછત સર્જાઇ રહી છે.

વિદેશથી આવતા પક્ષીઓ માટેનું રોકાણ સ્થળ ભયમાં (Etv Bharat)

1 નવેમ્બરના રોજ, ETV ઈન્ડિયાના પત્રકારોએ માર્શલેન્ડના આંતરિક ભાગમાં બે કિલોમીટરથી વધુ સૂકા અને શુષ્ક વિસ્તારોની મુસાફરી કરી હતી, જ્યાં પાંખવાળા પક્ષીઓના નાના જૂથો કાદવવાળા પાણીના નીચા સાંકડા રસ્તાઓ પર જોઈ શકાય છે.

શ્રીનગરના ઝૈનાકોટમાં નેશનલ હાઈવે 44 પર વેટલેન્ડ પાસે રહેતા જાવેદ ગનઈ છેલ્લા 30 વર્ષથી નવા બનેલા કાચા રોડ સુધીનું પાણીનું સ્તર વધતાં જોઈ રહ્યા છે જે લગભગ 8 ફૂટથી વધુની ઊંચાઈએ છે જેનો ઉપયોગ માર્ગ મોકળો કરવાનો છે. છેલ્લા છ વર્ષથી, તે તેના પડોશના સાથીઓ સાથે વેટલેન્ડને વધુ બગાડથી બચાવવા માટે કામ કરી રહ્યો છે.

કાશ્મીર યુનિવર્સિટીમાંથી વાણિજ્યમાં માસ્ટર ડિગ્રી મેળવનાર ગણાઈને વિશાળ સૂકા વિસ્તારોમાંથી, નીંદણ તેમજ માખીઓથી ભરેલા અને ક્યારેક પ્રાણીઓના મૃતદેહોમાંથી પસાર થવું દુઃખદાયક લાગે છે.

તેમણે ETV ભારતને જણાવ્યું હતું કે, "હોકરસર ડાંગરના ખેતરોથી ઘેરાયેલું હતું, પરંતુ હવે ત્યાં રહેણાંક વસાહતો બનાવવામાં આવી છે. જો પરિસ્થિતિ આવી જ રહી તો હું આ વેટલેન્ડનું ભવિષ્ય રહેણાંક વસાહત તરીકે પણ જોઉં છું."

આટલી ઝડપી અધોગતિ થતી હોવા છતાં, વેટલેન્ડ હજુ પણ સ્થાનિક લોકોની આજીવિકા છીનવી રહી છે. ઓછી વસ્તી હોવા છતાં, હોક્સરને અડીને આવેલા લગભગ એક ડઝન પડોશીઓ તેની ભીની જમીનોમાંથી માછલી, ચેસ્ટનટ અને ઘાસચારો એકત્રિત કરે છે.

ગનઈએ વધુમાં જણાવતા કહ્યું કે, "હવે તે ઘણું ઘટી ગયું છે પરંતુ તેમ છતાં ભગવાન દયાળુ છે અને સમયાંતરે જે જરૂરૂ છે તે શોધવા માટે આપણને રસ્તો બતાવે જ છે."

યુવા પેઢી માટે વેટલેન્ડમાં પક્ષીઓના આગમનથી આજીવિકાની નવી તકો ખુલી છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં કાશ્મીરમાં પક્ષી જોવાની એક વિશાળ પ્રવૃત્તિ ચાલી રહી છે. જેમાં યુવાનો મુખ્ય પ્રજાતિઓનું દસ્તાવેજીકરણ કરે છે અને તેમને ટોચના સામયિકોમાં પ્રકાશિત કરે છે અને આમ નાગરિક-વિજ્ઞાનમાં યોગદાન આપે છે.

સ્થાનિક પક્ષી નિરીક્ષક રેયાન સોફીએ કહ્યું કે, "હું તમને પક્ષીઓની પ્રજાતિઓ તેમના અવાજ દ્વારા સરળતાથી કહી શકું છું," તેઓ દાવો કરે છે કે તેમણે 300થી વધુ પ્રજાતિઓ જોઈ છે, જેમાં કેટલીક દુર્લભ પ્રજાતિઓ પણ છે. તેમણે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પક્ષી-નિરીક્ષકો માટે માર્ગદર્શક તરીકે કામ કર્યું છે, જેનાથી તેમને સારી આજીવિકા મેળવવાની તક મળી છે. ઓગસ્ટ 2021 માં, તેમણે વેટલેન્ડમાં દુર્લભ પક્ષી પ્રજાતિ શાર્પ-ટેલ્ડ સેન્ડપાઇપર જોયા હતા, જેનો અગાઉનો રેકોર્ડ 1882 માં જ્હોન બિડ્યુલ્ફ દ્વારા ગિલગિટમાં જોવામાં આવ્યો હતો અને પ્રકાશિત કરવામાં આવ્યો હતો, જે હવે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં સ્થિત છે.

પક્ષીઓને ફોટોમાં કંડારવા માટે DSLR સાથે સજ્જ રહેતા સોફી કહે છે કે, "પરંતુ વેટલેન્ડની સ્થિતિ ખરાબ છે," તેઓ વધુમાં જણાવે છે કે, "જો આવું જ ચાલુ રહેશે, તો પક્ષીઓ જોખમમાં આવી શકે છે અને તેમની સંખ્યા ઘટી શકે છે અને તેની અસર આપણે બધાને થશે."

બર્ડવૉચિંગના વધતા પ્રભાવને જોઈને હવે મહિલાઓ પણ આગળ આવી રહી છે અને ક્લબ અને ગ્રુપ બનાવી રહી છે. આમાંનું એક અગ્રણી નામ મેહરીન ખલીલ છે, જેમણે બેંગલોરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સમાંથી હિમાલયન ગ્રે લંગુર પર ઇકોલોજીમાં પીએચડી કર્યું છે.

કાશ્મીર સ્થિત વાઇલ્ડલાઇફ રિસર્ચ એન્ડ કન્ઝર્વેશન ફાઉન્ડેશનનું નેતૃત્વ કરીને, તેમની એનજીઓ પક્ષીઓની ચાલનું આયોજન કરે છે અને અહીંના સંશોધકો અને પક્ષી-નિરીક્ષકો સાથે તેમના રહેઠાણ અને સંરક્ષણ પર સંશોધન કરે છે.

મેહરીને કહ્યું કે, "કાશ્મીરમાં પક્ષી નિહાળવા આવતા પ્રવસીઓમાં ઘણો વધારો થયો છે. અમે આ વલણને નિહાળી રહ્યા છીએ અને તે મુજબ અમે પક્ષીઓ સાથે સંબંધિત વૈજ્ઞાનિક પાસાઓનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ અને સ્થાનિક લોકોને પણ પ્રોત્સાહિત કરી રહ્યા છીએ."

જો કે, તે કાશ્મીરમાં વેટલેન્ડ્સની દયનીય સ્થિતિ અંગે ચિંતિત છે અને કહે છે કે, સ્થળાંતર કરનારા પક્ષીઓની પરંપરાને બચાવવા અને વેટલેન્ડ્સને શુષ્ક અને પ્રદૂષિત થવાથી રોકવા માટે યોગ્ય વૈજ્ઞાનિક સલાહ અને ટકાઉપણું માપદંડોને ધ્યાનમાં રાખીને જરૂરી હસ્તક્ષેપ કરવાની જરૂર છે.

છેલ્લા ચાર દાયકાઓમાં, ગૃહ મંત્રાલય હેઠળની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (NIDM) એ 2023 માં તેના અહેવાલમાં નોંધ્યું હતું કે, હોકરસરમાં અતિશય કાંપ અને જૈવિક દખલને કારણે જમીનના ઉપયોગ અને જમીનના કવરમાં વિભાજન અને ફેરફાર થયો છે.

રિપોર્ટ અનુસાર, 21મી સદીની શરૂઆતમાં શ્રીનગરના ઉપનગરોમાં લગભગ 44.4 ટકા તળાવો અને વેટલેન્ડ્સ નષ્ટ થઈ ગયા છે. જેનાથી શહેરના સૂક્ષ્મ આબોહવાને અસર થઈ છે અને તેઓ પૂરના વધુને વધુ સંપર્કમાં આવી રહ્યા છે. "હોકારસર સતત પીછેહઠ કરી રહ્યું છે અને પૂર અને માનવ હસ્તક્ષેપ સાથે કાંપને કારણે જમીનના ઉપયોગમાં ધરખમ ફેરફાર થયો છે," એવું એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

એક અલગ અભ્યાસમાં, કાશ્મીર યુનિવર્સિટીના અર્થ સાયન્સ વિભાગે પુષ્ટિ કરી કે ઘટાડો "સામાજિક લોભ અને સરકારી ઉદાસીનતા" ને કારણે થયો હતો.

નાગરિક સમાજના સભ્યો અને નિષ્ણાતોનું બનેલું પર્યાવરણીય નીતિ જૂથ (EPG) વેટલેન્ડ્સની સ્થિતિને લઈને ચિંતિત છે અને તેમણે જમ્મુ અને કાશ્મીર વન્યજીવન વિભાગ પર તેમના સંચાલનમાં નિષ્ફળતાનો આરોપ મૂક્યો છે.

હોકરસરમાં એનજીઓએ એવો દાવો કર્યો છે કે તેમને એક ખોદકામ કામગીરી મળી છે જેમાં ખોદકામ કરાયેલ માટીનો વિશાળ જથ્થો 'કોઈપણ જવાબદારી વિના ટ્રકોમાં ગુપ્ત રીતે લઈ જવામાં આવ્યો હતો'.

EPG કન્વીનર ફૈઝ બક્ષીએ ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરતા કહ્યું કે, "સત્તાધિકારીઓની સંપૂર્ણ ઉદાસીનતાએ આ જળાશયને ગોચર, સૂકી જમીન, રમતનું મેદાન અને ડ્રાઇવિંગ શીખવાની સુવિધામાં ફેરવી દીધું છે."

EPGએ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટમાં વેટલેન્ડના સંરક્ષણ, રક્ષણ અને વ્યવસ્થાપનની માંગ સાથે પીઆઈએલ દાખલ કરી છે. “વન્યપ્રાણી વિભાગ નિષ્ફળ ગયો છે અને વેટલેન્ડમાં મેનેજમેન્ટનો અભાવ છે. હોકારસરને રામસર સાઈટ બનવા માટે ભારત સરકાર અને આંતરરાષ્ટ્રીય ભંડોળ તરફથી ભંડોળ પ્રાપ્ત થઈ રહ્યું છે. પાણીના દરવાજા પણ કાર્યરત નથી અને 3-4 ફૂટ પાણી ઊંચા સ્તરે હોવું જોઈએ, પરંતુ ભીની જમીન સૂકી છે અને અહીં વનસ્પતિ ઉગી છે. રહેઠાણમાં ગરબડ થઈ ગઈ છે જેના પરિણામે હવે પક્ષીઓ અહીં આવશે નહીં.

બીજી તરફ, જમ્મુ અને કાશ્મીર વાઇલ્ડલાઇફ વિભાગના વેટલેન્ડના વાઇલ્ડલાઇફ વોર્ડન અલ્તાફ હુસૈને જણાવ્યું હતું કે, વેટલેન્ડને પુનઃજીવિત કરવામાં આવશે કારણ કે વોટર મેનેજમેન્ટ ગેટ્સ જેવા પેન્ડિંગ ઇન્ટરવેન્શન કામો ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.

વ્યાપક પૂર વ્યવસ્થાપન પ્રોજેક્ટના ભાગરૂપે સ્લુઈસ સાથેના બે દરવાજાઓનું બાંધકામ સપ્ટેમ્બર 2022 માં શરૂ થવાનું છે, જેનો અંદાજિત ખર્ચ રૂપિયા 28 કરોડથી વધુ છે અને તે 14 મહિનામાં પૂર્ણ થવાનો છે. પરંતુ પ્રોજેક્ટ 25 મહિનાથી વધુ સમયથી ઘણી વખત સમયમર્યાદા ચૂકી ગયો છે.

પરંતુ હુસૈને, સિંચાઈ અને પૂર નિયંત્રણ વિભાગના તાજેતરના સત્તાવાર પત્રવ્યવહારને ટાંકીને જણાવ્યું હતું કે, દરવાજા એક અઠવાડિયામાં કાર્યરત થઈ જશે.

તેમણે હોકારસર નકશાના 95 ટકા ડિજિટાઈઝેશન સહિત અનેક સિદ્ધિઓ ટાંકી હતી અને કહ્યું હતું કે, તેઓએ પાણીની સંગ્રહ ક્ષમતા વધારવા માટે વેટલેન્ડમાંથી કાંપ ખોદવા સહિતની યોજનાઓ પ્રસ્તાવિત કરી છે. તેમાં યુવાનો માટે ટકાઉ આજીવિકા માટે ઇકોટુરિઝમ અને પક્ષી જોવાની પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થાય છે.

હુસૈને કહ્યું કે, "પરંતુ આ હસ્તક્ષેપ યોજના ખૂબ ખર્ચાળ છે," તેમણે વધુમાં જણાવતા કહ્યું કે, "હવે અમે 5-વર્ષની યોજના બનાવી છે અને તેમાં ડ્રેજિંગ, અનિચ્છનીય નીંદણને દૂર કરવા, પેટ્રોલિંગ માટે નેવિગેશન ચેનલો અને પક્ષીઓ અને પાણીના પૂલનો વિકાસ કરવાનો સમાવેશ થાય છે."

આ પણ વાંચો:

  1. વાયુ પ્રદૂષણ સૂચકાંકમાં ઘટાડો થતાં, તમારા હૃદય અને ફેફસાંને સુરક્ષિત રાખવા માટે બહાર નિકળવાનું મર્યાદિત કરો
  2. દિલ્હીમાં યમુના નદીને પુનર્જીવિત કરવાની તાતી જરૂર છે

ABOUT THE AUTHOR

...view details