હૈદરાબાદ: મીડિયાના શાબ્દિક હુમલાઓ, હત્યાના પ્રયાસો, ગુનાઓમાં દોષિત, કાર્યવાહી અને આ તમામ વચ્ચે ડોનાલ્ડ જે. ટ્રમ્પએ પોપ્યુલર અને ઈલેકટ્રોરલ મતોમાં નિર્ણાયક બહુમતી સાથે ફરી એક વાર વ્હાઇટ હાઉસમાં પરત ફર્યા છે. આમ, ચાર વર્ષ પછી તેઓ ફરી એકવાર યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. આ એ જ વ્યક્તિ છે, જેના પર છેલ્લી ચૂંટણીમાં હાર બાદ હિંસા ભડકાવવાનો આરોપ લાગ્યો હતો, આને આજે તે જ વિશ્વની સૌથી મોટી લોકશાહી ચલાવશે.
ટ્રમ્પે પ્રમુખપદની ચૂંટણી ભારે બહુમતીથી જીતી લીધી હોવાના સમાચાર મળતા જ ડેમોક્રેટ્સ અને તેમના સમર્થકો આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા. હુલ્લડો, તોડફોડ અને અગાઉની સરકારને તોડી પાડવાનું કાવતરું ઘડવાના આરોપ બાદ પણ ટ્રમ્પ આજે 78 વર્ષની વયે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા સૌથી વૃદ્ધ વ્યક્તિ બની ગયા છે. તમને જણાવી દઈએ કે, 2020 માં ટ્રમ્પએ હાર સ્વીકારવાને બદલે, ચૂંટણી પ્રક્રિયાની જ કાયદેસરતાને તેમજ તેની વાસ્તવિકતા પર શંકા વ્યક્ત કરી હતી. કેપિટોલ હિલ પર જે તોડફોડ થઈ હતી તેના માટે ટ્રમ્પ પર હિંસા ભડકાવવાનો આરોપ હતો.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભૂતપૂર્વ પ્રથમ મહિલા મેલાનિયા ટ્રમ્પ સાથે ((AP)) ટ્રમ્પએ તેના છૂટણીના વિજય બાદ ભાષણમાં, તેની પત્નીને ગળે લગાવી અને અમેરિકનોનો આભાર માન્યો. અને આ સંપૂર્ણ વિજય અને આંદોલનને "અત્યાર સુધીનું સૌથી મહાન રાજકીય ચળવળ" ગણાવ્યો હતો. ટ્રમ્પે પોતાના ભાષણમાં સોસિયલ મીડિયા પ્લેટફોર્મ Xના માલિક એલોન મસ્કનો ઉલ્લેખ કર્યો. તેણે એલોન મસ્કને એક અદ્ભુત વ્યક્તિ ગણાવ્યો અને કહ્યું કે, 'અ સ્ટાર ઈઝ બોર્ન'. તમને જણાવી દઈએ કે, ટ્રમ્પ પર થયેલા હુમલો બાદ મસ્કએ ટ્રમ્પના સહયોગમાં પ્રચાર કર્યો હતો. અહીં જાણવા જેવી બાબત એ છે કે, પ્રચાર કરતી વખતે ટ્રમ્પને દિવસના અજવાળે જાહેરમાં ગોળી મારવામાં આવી હતી જો કે આ હુમલા દરમિયાન તેઓ બચી ગયા હતા. મસ્કએ તેમની સતત અને કંપનીનો ઉપયોગ ટ્રમ્પના પક્ષમાં યોગ્ય આઉટરીચ પ્લાન બનાવવા અને મુખ્ય પ્રવાહના મીડિયાનો સામનો કરવા માટે કર્યો હતો, જેઓ મોટાભાગે કમલા હેરિસ માટે જ પ્રચાર કરી રહ્યા હતા.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રિપબ્લિકન ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સેન જેડી વેન્સનું સ્વાગત કર્યું ((AP)) અહીં જાણવા જેવી બાબત એ છે કે, 2021 ટ્રમ્પના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, આ ઉપરાંત ટ્વિટરે પણ ડોનાલ્ડ ટ્રમ્પના @realDonaldTrump એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો. જો કે, સોશિયલ મીડિયા નેટવર્ક, એક્સના નવા માલિક એલોન મસ્કએ ટ્રમ્પ માટે ઉગ્ર ઝુંબેશ ચલાવી, તેમના માટે યુનાઇટેડ સ્ટેટ્સના 47મા રાષ્ટ્રપતિ બનવાનો માર્ગ મોકળો કર્યો. ટ્રમ્પે સોશિયલ મીડિયાનો ઉપયોગ લોકોને સમજાવવા માટે કર્યો કે, તે આર્થિક સમસ્યાઓ હલ કરશે અને ઇમિગ્રન્ટ્સને રોકવા માટે દક્ષિણ સરહદ સંપૂર્ણપણે બંધ કરશે. તેમણે આગામી પેઢીના વ્યાપક સારા માટે યુદ્ધોનો અંત લાવવા અને અમેરિકાને એક કરવાનું વચન પણ આપ્યું હતું.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભૂતપૂર્વ પ્રથમ મહિલા મેલાનિયા ટ્રમ્પ સાથે ((AP)) ટ્રમ્પએ લોકો સુધી પહોંચવા માટે તમામ લોકપ્રિય આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કર્યો, જ્યારે હેરિસે અન્ય પરંપરાગત મુખ્ય પ્રવાહના મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો હતો, જ્યાં લોકો પાસે અભિવ્યક્તિ માટે મર્યાદિત જગ્યા હોય છે. લોકપ્રિય જો રોગન પોડકાસ્ટ પર યુવા મતદારોને ટાર્ગેટ કરીને, ટ્રમ્પએ તેના પુત્ર બેરોન દ્વારા આપવામાં આવેલાઈ સલાહ લીધી હતી લોકપ્રિય જો રોગન પોડકાસ્ટ પર યુવા મતદારોને ટાર્ગેટ કર્યા હતા જે માટે તેણે તેના પુત્રનો આભાર માન્યો હતો. આ ઉપરાંત ટ્રમ્પની તરફેણમાં અગ્રણી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ટ્રમ્પના એજન્ડાના મુદ્દાઓની વિગતો આપતા જોવા મળ્યા હતા.
ટ્રમ્પે 78 વર્ષની વયે 140 વર્ષ પછી બિન-સતત કાર્યકાળમાં સત્તા પર પાછા ફરનાર માત્ર બીજા વ્યક્તિ બનીને યુએસ ઇતિહાસમાં રેકોર્ડ બનાવ્યો છે. આમ, પોતાનો વિજય ભાષણ આપતી વખતે ટ્રમ્પ અન્ય કોઈ અમેરિકન પ્રમુખથી અલગ દેખાતા ન હતા. ભલે ગમે તે હોય, પરંતુ ટ્રમ્પ અમેરિકન હિતોને હંમેશા અગ્રણી રાખશે અને રાષ્ટ્રની સેવા કરશે. જે અંતર્ગત તેના અગાઉના કાર્યકાળ દરમિયાન તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ એર્દોગનનો ફોન આવ્યા બાદ ટ્રમ્પએ સીરિયામાંથી સૈનિકો પાછા ખેંચી લીધા હતા. આ ઉપરાંત ટ્રમ્પએ 20 વર્ષના યુદ્ધ પછી અફઘાનિસ્તાનમાંથી રાતોરાત સૈનિકો પાછી ખેંચીને દોહા કરારનો અમલ કર્યો હતો, અને યુરોપિયન રાષ્ટ્રોને આંચકો આપ્યો હતો કારણ કે તેઓ તેમના સંસાધનો દેશમાંથી બહાર કાઢવા માટે યુએસ પર નિર્ભર હતા.
ટ્રમ્પએ તેના સમગ્ર પ્રચાર અભિયાનમાં દાવો કર્યો છે કે, તે ગેમચેન્જર સાબિત થશે. ટ્રમ્પએ અમેરિકનોને આર્થિક કટોકટીમાંથી બહાર કાઢવામાં મદદ કરવાનું વચન આપ્યું છે. ઉપરાંત યુદ્ધોને સમાપ્ત કરવામાં મદદ કરવાની પ્રતિજ્ઞા પણ લીધી છે. તેણે તેના વિરોધીઓની દુખતી નસ પર નજર રાખી તેમના સામે અવિરત ઝુંબેશ ચલાવી છે. સાથે સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરીને લોકોને તેના મંતવ્યો સાંભળવા દબાણ કર્યો છે. ટ્રમ્પએ તેના તરફની વાર્તા શેર કરવા માટે ઈન્ફ્લુએન્સરનો ઉપયોગ કર્યો કારણ કે, આ ઈન્ફ્લુએન્સર પાસે વિવિધ વય જૂથોની વ્યક્તિઓ સાથે સરળતાથી કનેક્ટ થવાની ક્ષમતા છે. જ્યારે હેરિસથી વિપરીત, તેણે તેની ઇચ્છાઓ અથવા ક્ષમતાઓ વિશે શંકા માટે કોઈ અવકાશ આ છોડતા, સંપૂર્ણ પ્રતિબદ્ધ અને હિંમતવાન નિર્ણય લીધો હતો.
તેનાથી વિપરિત, હેરિસ અને તેના જેવા લોકોએ તેમના શબ્દો માપીને અને સાંભળીને કાર્યો કર્યા હતા. અને જેમ કહેવત છે, રાજકારણ એ લોકોની ધારણાનો વિષય છે, અને ટ્રમ્પ તેમના વિરોધીઓના અભિપ્રાયોને આકાર આપીને પોતાનો એજન્ડા તૈયાર કરવામાં સફળ થયો છે.
આ પણ વાંચો:
- વિશ્વની સૌથી પડકારજનક હરીફાઈ, જાણો શું છે અમેરિકન નાગરિકોના ચૂંટણી મુદ્દા
- 'અમેરિકાએ આંગળી ચીંધતા પહેલા પોતાની અંદર જોવું જોઈએ': હર્ષ કક્કડ