નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી 14 ફેબ્રુઆરીએ UAEમાં વિશ્વ પર્યાવરણ શિખર સંમેલનમાં સન્માનિત અતિથિ વિશેષ તરીકે સંબોધિત કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ બીજી વખત છે જ્યારે પીએમ મોદીને અબુ ધાબીમાં આટલા ઉચ્ચ મહત્વના સમિટમાં બોલવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ પહેલા તેમને 2018માં આ તક મળી હતી.
માહિતી અનુસાર, 12-14 ફેબ્રુઆરી દરમિયાન યોજાનારી આ ઇવેન્ટમાં સંશોધન ક્ષેત્રના 1,000 થી વધુ મહાનુભાવો મેજબાની કરશે. વિવિધ ક્ષેત્રોમાં ચાલી રહેલા સંશોધન અને નવીનતાઓ પર પ્રકાશિત પાડશે. ટ્રેડ શોમાં કુલ 100 દેશો ગેસ્ટ કન્ટ્રીઝ તરીકે ભાગ લેશે. તેમજ 33 દેશો ભાગીદાર તરીકે સહભાગી થઈ રહ્યાં છે. આ અવસરે પીએમ મોદી અને UAEના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યા ફરી એક વખત એક મંચ પર સાથે જોવા મળશે. ગયા મહિને વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં મુખ્ય અતિથિ તરીકે UAEના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાએ હાજરી આપી હતી.
UAE ના પ્રમુખ મોહમ્મદ બિન ઝાયેદે PM મોદી દ્વારા શરૂ કરાયેલ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને આર્થિક વિકાસ અને રોકાણ વિશેષજ્ઞતાના વિનિમય માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે સ્વીકાર્યું છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર દુબઈમાં વડાપ્રધાન મોદીનું સંબોધન તેમની સંયુક્ત આરબ અમીરાતની વ્યાપક મુલાકાતનો એક ભાગ છે.
અહીં તેઓ 13 ફેબ્રુઆરીએ અબુ ધાબીમાં મેગા ડાયસ્પોરા કાર્યક્રમ અહલાન (હૈલો) મોદીને પણ સંબોધિત કરશે. ઝાયેદ સ્પોર્ટ્સ સિટી સ્ટેડિયમ આ ભવ્ય આયોજનની મેજબાની કરશે, જેને 2014 માં મેડિસન સ્ક્વેર ગાર્ડન પછી સૌથી મોટી વિદેશી ઇવેન્ટ માનવામાં આવશે. UAE માં મોટી સંખ્યામાં ભારતીયો રહે છે, જેની સંખ્યા 3.5 મિલિયન છે. તે વૈશ્વિક સ્તરે સૌથી મોટા વિદેશી ભારતીય સમુદાયોમાંનો એક છે.
14 ફેબ્રુઆરીએ, વડાપ્રધાન મોદી અબુ ધાબીમાં UAEના પ્રથમ પરંપરાગત પથ્થર મંદિર, BAPS હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. હિંદુ મંદિર યુએઈની સુંયક્ત અરબ અમીરાતના સમાવેશિતા અને સહિષ્ણુતાનું પ્રતીક છે. મંદિર માટે જમીન યુએઈ સરકારે 2015માં આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે ભારત-UAE સંબંધોને પ્રોત્સાહન આપવા UAEની મુલાકાત લીધી હતી. તેમની મુલાકાત દરમિયાન ત્રણ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
પ્રથમ MOU પર સંબંધીત કેન્દ્રીય બેંકોના ગવર્નરો દ્વારા સીમા પર લેવડ-દેવડ માટે સ્થાનીક મુદ્રાઓના ઉપયોગને પ્રોત્સાહિત કરવા માટે એક રૂપરેખા સ્થાપિત કરવા માટે હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતાં. બીજો MOU ભુગતાન અને મેસેજિંગ સિસ્ટમના ઈન્ટરલિંકિંગ સાથે સંબંધિત હતો, જ્યારે ત્રીજો MOU અબૂ ધાબીમાં ભારતીય પ્રૌધોગિક સંસ્તાન દિલ્હીની સ્થાપના માટે યોજનાઓ શરૂ કરવામાં આવી.
- PM Modi: આભાર પ્રસ્તાવમાં વડા પ્રધાને આત્મ વિશ્વાસ રજૂ કર્યો, ભાજપ 370 બેઠકો જીતશે-મોદી
- S. Jaishankar: ભારત અને સ્વિટ્ઝર્લેન્ડના વિદેશ પ્રધાનોની મુલાકાત પૂર્ણ, યુક્રેન સહિતના વૈશ્વિક મુદ્દે થઈ ચર્ચા