વોશિંગ્ટન:US પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રંપ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વોશિંગ્ટન ડીસીમાં મુલાકાત કરવાના છે. ટ્રંપે USની સત્તા સંભાળ્યા પછી થનારી આ ખાસ મુલાકાત પર સમગ્ર દૂનિયાની નજર ટકેલી છે. આ મીટિંગ પહેલા PM મોદીએ ગુરુવારે વોંશિગ્ટન ડીસીમાં US રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઈકલ વાલ્ટ્ઝ સાથે મુલાકાત કરી હતી.
બંન્ને નેતાઓની વચ્ચે બ્લેયર હાઉસમાં દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. જ્યાં વડાપ્રધાન રોકાયેલા છે. આ બેઠકમાં વિદેશ મંત્રી ડો. એસ જયશંકર અને એનએસએ અજીત ડોભાલ પણ શામેલ થયા. તે પહેલા
ટેસ્લાના CEO એલન મસ્ક પણ PM મોદીને મળવા માટે બ્લેયર હાઉસ આવ્યા હતા અને તેમની સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન મસ્કના બાળકો પણ સાથે હતા.
વાલ્ટ્ઝ સાથેની બેઠક પછી PM મોદી, US પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રંપ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે, આ બંને નેતાઓ એક સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પણ કરશે. જે પછી આજ રાતે અમેરિકન નેતા દ્વારા ડિનરનું પણ આયોજન કરવામાં આવશે. ગયા મહીને ટ્રંપે બીજા કાર્યકાળને સંભાળ્યા પછી બંને નેતાઓ વચ્ચે પહેલી દ્વિપક્ષીય વાતચીત થશે.
PM મોદીનો અમેરિકાનો પ્રવાસ
તમને જણાવી દઈએ કે, PM મોદી બુધવારે રાત્રે US પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રંપના આમંત્રણ પર 2 દિવસના પ્રવાસ પર અમેરિકા પહોંચ્યા છે. અમેરિકામાં ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રા અને બીજા અધિકારીઓએ એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું.
ભારતીય પ્રવાસીઓની એક મોટી ભીડે PM મોદીનું સ્વાગત કર્યું હતું. તેમને આભાર વ્યક્ત કરતા PM મોદીએ X પર લખ્યું કે, "શિયાળાની ઠંડીમાં હાર્દિક સ્વાગત! ઠંડીની મૌસમ હોવા છતા વોશિંગ્ટન ડીસીમાં ભારતીય પ્રવાસીઓએ મારું ખાસ સ્વાગત કર્યું છે. હું તેમનો આભાર માનું છું."
તુલસી ગબાર્ડ સાથે PM મોદીની મુલાકાત
PM મોદીએ ગુરુવાર સવારે વોશિંગ્ટન ડીસીમાં ઉતર્યા પછી નેશનલ ઈન્ટેલિજેન્સના નવનિયુક્ત નિર્દેશક તુલસી ગબાર્ડ સાથે મુલાકાત કરી હતી. તુલસી ગબાર્ડની સાથે બેઠકને શેર કરતા PM મોદીએ કહ્યું કે. તેઓએ તેમની સાથે ભારત અને અમેરિકાની મિત્રતા પર ચર્ચા કરી હતી અને તેઓએ ટ્રંપ દ્વારા નેશનલ ઈન્ટેલિજેન્સમાં નિર્દેશક બનાવવા પર શુભેચ્છા પાઠવી હતી.
તેઓએ જણાવ્યું કે, "વોશિંગ્ટન ડીસીમાં અમેરિકાના નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડને મળ્યા. તેમના પદ પર પુષ્ટિ થવા બદલ તેમને અભિનંદન. ભારત-અમેરિકા મિત્રતાના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી, જેના તેઓ હંમેશા મજબૂત સમર્થક રહ્યા છે."
આ પણ વાંચો:
- રાષ્ટ્રપતિ ટ્રમ્પે પુતિન અને ઝેલેન્સ્કી સાથે ફોન પર કરી વાત, રશિયા-યુક્રેન યુદ્ધ ખતમ થશે !
- અમેરિકા પ્રવાસે PM મોદી, ટૂંક સમયમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પને મળશે