ઇઝરાયેલ :હાલમાં જ ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના અહેવાલ મુજબ લેબનોનની રાજધાની બેરૂતમાં રવિવારે થયેલા ઈઝરાયેલના હુમલામાં હિઝબુલ્લાહના મીડિયા રિલેશન ચીફ મોહમ્મદ અફીફનું મોત થયું હતું. રિપોર્ટ અનુસાર હિઝબુલ્લાએ મોહમ્મદ અફીફના મોતની પુષ્ટિ કરી છે. સેન્ટ્રલ બેરૂતમાં સીરિયન બાથ પાર્ટીના હેડક્વાર્ટર પર IDF હુમલામાં અફીફ માર્યો ગયો હતો.
લેબનોનમાં ઈઝરાયેલનો હુમલા :લેબનોનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, દેશના દક્ષિણમાં ટાયર પ્રદેશ પર ઇઝરાયેલના હુમલામાં 11 લોકો માર્યા ગયા અને 48 લોકો ઘાયલ થયા છે. આ વિસ્તાર ઈરાન સમર્થિત હિઝબુલ્લાહનો ગઢ છે. તે જ સમયે રવિવારે હિઝબુલ્લાહના મીડિયા ચીફ મોહમ્મદ અફીફના મૃત્યુના સમાચાર પણ છે.
હિઝબુલ્લાહના મીડિયા ચીફનું મોત :ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસે (IDF) પણ હિઝબુલ્લાહના મીડિયા ચીફની હત્યાની પુષ્ટિ કરી છે. અલ જઝીરા અનુસાર અફિફે હિઝબુલ્લાહ માટે ઘણી પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં ઈઝરાયેલ બોમ્બમારા અંગે માહિતી આપવામાં આવી હતી. આફિફે સશસ્ત્ર જૂથ માટે ચીફ મીડિયા રિલેશન અધિકારી તરીકેનો કાર્યભાર સંભાળતા પહેલા ઘણા વર્ષો સુધી હિઝબુલ્લાહના અલ-મનાર ટેલિવિઝન સ્ટેશનનું સંચાલન કર્યું હતું.
હિઝબુલ્લાહનું મોટું નિવેદન :રિપોર્ટ અનુસાર અફિફે હાલમાં જ પત્રકારોને આપેલા પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, હિઝબુલ્લાહ પાસે ઇઝરાયેલ સામે લડવા માટે પૂરતા હથિયારો છે. ઈઝરાયેલ હિઝબુલ્લાના નેતૃત્વને ખતમ કરવા માટે સતત હુમલા કરી રહ્યું છે. આ સંદર્ભમાં તેને એક મોટી ઉપલબ્ધિ તરીકે જોવામાં આવી રહી છે.
પીએમ નેતન્યાહુના ઘર પર હુમલો :અગાઉ લેબનોન સ્થિત જૂથે હાશેમ સફીદીનને તેના વડા તરીકે જાહેર કર્યા પછી ઇઝરાયેલે હિઝબુલ્લાના નેતા હસન નસરાલ્લાહની હત્યા કરી હતી. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના ઘર પર ફ્લેયર્સ ફેંકવા બદલ ત્રણ શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. શનિવારે રાત્રે બે ફ્લેયર્સ સીઝેરિયામાં નેતન્યાહૂના ખાનગી મકાન પર ફેંકવામાં આવી અને તે ઘરના આંગણામાં પડી હતી.
- ઇઝરાયલનો ગાઝા પર હુમલો, 60 પેલેસ્ટિનિયન્સ માર્યા ગયા
- IDFના હુમલામાં લેબનોનના 78 લોકો માર્યા ગયા, 122 ઘાયલ