હૈદરાબાદ :ભારતના સૌથી ધનિક અભિનેતા અને અભિનેત્રીની યાદીમાં શાહરુખ ખાન અને જુહી ચાવલા ટોચ પર છે. જો બંનેની કુલ સંપત્તિ ભેગી કરવામાં આવે તો તે લગભગ 12 હજાર કરોડ રૂપિયા થાય છે, પરંતુ વિશ્વની સૌથી ધનિક અભિનેત્રીની કુલ સંપત્તિ શાહરુખ અને જુહીની કુલ સંપત્તિ કરતાં એટલી વધારે છે કે તમે કલ્પના પણ ન કરી શકો.
વિશ્વની સૌથી ધનિક અભિનેત્રી :
તમને જણાવી દઈએ કે, શાહરૂખ ખાનની કુલ સંપત્તિ 7300 કરોડ રૂપિયા છે અને જુહી ચાવલાની કુલ સંપત્તિ 4600 કરોડ રૂપિયા છે. જોકે, 59 વર્ષીય અભિનેત્રી આજે પણ સુંદરતામાં મોટી અભિનેત્રીઓને પાછળ છોડી દે છે. નવાઈની વાત એ છે કે આ અભિનેત્રીએ છેલ્લા 44 વર્ષમાં એક પણ હિટ ફિલ્મ આપી નથી અને ન તો મુખ્ય અભિનેત્રી તરીકે તેની કોઈ ફિલ્મ હિટ રહી છે. તો ચાલો જાણીએ કે આ અભિનેત્રી દુનિયાની સૌથી ધનિક અભિનેત્રી કેવી રીતે બની.
કોણ છે વિશ્વની સૌથી ધનિક અભિનેત્રી ?વર્ષ 1981 માં આવેલી ફિલ્મ "ઓન ધ રાઈટ ટ્રેક"થી ડેબ્યુ કરનારી આ અભિનેત્રી બીજું કોઈ નહીં પણ જેમી ગર્ટ્ઝ છે. જેમી ગર્ટ્ઝ છેલ્લે ફિલ્મ આઈ વોન્ટ યુ બેક (2022) માં જોવા મળી હતી. જેમી ગર્ટ્ઝએ ચાર દાયકાથી વધુની તેની ફિલ્મી કરિયરમાં 20 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે અભિનેત્રી તરીકે જેમીની એક પણ ફિલ્મ હિટ રહી નથી. જેમી ગર્ટ્ઝ એક અમેરિકન અભિનેત્રી છે, જેનો જન્મ 1965માં શિકાગોમાં થયો હતો.