હૈદરાબાદ :સાઉથના સુપરસ્ટાર રજનીકાંતને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ઘરે પહોંચ્યા બાદ રજનીકાંતે તેમને સપોર્ટ કરનાર અને હોસ્પિટલમાં તેમની મુલાકાત લેનાર તમામ સેલિબ્રિટીનો આભાર વ્યક્ત કર્યો હતો. તાજેતરમાં તબિયત ખરાબ હોવાને કારણે થલાઈવાને ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
નરેન્દ્ર મોદીનો આભાર માન્યો :રજનીકાંતે તાજેતરમાં શ્રેણીબદ્ધ ટ્વીટ્સ પોસ્ટ કરી દરેકનો આભાર માન્યો હતો. આ સાથે તેમણે તેના ચાહકોનો પણ આભાર માન્યો હતો. થલાઈવાએ સૌથી પહેલા ટ્વિટ કરીને ભારતના વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરતા લખ્યું કે, માનનીય વડાપ્રધાનનો હૃદયપૂર્વક આભાર. મારા સ્વાસ્થ્ય માટે તમારી ચિંતા અને પ્રાર્થના બદલ આભાર.
એમકે સ્ટાલિન સહિત આ લોકોનો આભાર માન્યો :જે બાદ રજનીકાંતે તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનનો આભાર માનતા લખ્યું કે, જ્યારે હું હોસ્પિટલમાં હતો, ત્યારે મારા પ્રિય મિત્ર તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનને મારી તબિયત વિશે પૂછપરછ કરી અને મારા ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી. હું એમકે સ્ટાલિનનો દિલથી આભાર માનું છું. રજનીકાંતે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ, તમિલનાડુના રાજ્યપાલ અને વિપક્ષના નેતાનો પણ આભાર માન્યો હતો.
ચાહકોનો આભાર વ્યક્ત કર્યો :વેટ્ટાયનના કો-એક્ટર અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનો આભાર વ્યક્ત કરતા રજનીકાંતે લખ્યું કે, મારા સ્વાસ્થ્યની કાળજી રાખવા અને પ્રેમ આપવા બદલ બચ્ચન સરનો હૃદયપૂર્વક આભાર. આ પછી રજનીકાંતે એક પોસ્ટ શેર કરી પોતાના ચાહકોનો આભાર માન્યો હતો. પોસ્ટમાં તેમણે રાજકીય મિત્રો, ફિલ્મ ઉદ્યોગના મિત્રો, નજીકના મિત્રો અને તેમના ચાહકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
થલાઈવાને શું થયું હતું ?ચેન્નઈ પોલીસના જણાવ્યા અનુસાર રજનીકાંતને 3 ઓક્ટોબરના રોજ રાત્રે 11 વાગ્યે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. 1 ઓક્ટોબરના રોજ એપોલો હોસ્પિટલે એક બુલેટિન બહાર પાડ્યું હતું. બુલેટિન મુજબ રજનીકાંતના હૃદયની મુખ્ય નળીમાં સોજો હતો. તેની સારવાર બિન-સર્જિકલ, ટ્રાન્સકેથેટર પદ્ધતિથી કરવામાં આવી હતી.
અપકમિંગ ફિલ્મ :વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રજનીકાંત ટીજે જ્ઞાનવેલ દ્વારા નિર્દેશિત ફિલ્મ 'વેટ્ટાયં'માં જોવા મળશે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, રાણા દગ્ગુબાતી, ફહદ ફાસિલ, મંજુ વોરિયર, રિતિકા સિંહ, રોહિણી, દુશરા વિજયન, રાવ રમેશ અને રમેશ થિલક તેમના સહ કલાકાર તરીકે જોવા મળશે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું, જેને દર્શકોનો ઉત્તમ પ્રતિસાદ મળ્યો હતો.
- ગોવિંદાને હોસ્પિટલમાંથી રજા આપી, સુનીતા આહુજાએ આપી અપડેટ
- જાણો કેમ નાગાર્જુન તેલંગાણાના મંત્રી કોંડા સુરેખા વિરુદ્ધ કોર્ટમાં ગયા