મુંબઈ: જીયો વર્લ્ડ સેન્ટરમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ બંને ઘડિયા અને ભવ્ય લગ્ન સંપન્ન થયાં છે. આ ભવ્ય લગ્ન સમારોહ બાદ નવદંપતીને આશીર્વાદ આપવા માટે દેશ અને વિદેશમાંથી પ્રસિદ્ધ અને ટોચની હસ્તીઓ આવી રહી છે. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ભવ્ય લગ્ન સમારોહમાં હાજરી આપી હતી અને અનંત-રાધિકાને લગ્નજીવનની આશીર્વાદ આપ્યા હતાં. બંને દંપત્તીએ વડાપ્રધાન મોદીને પગે લાગીને આશીર્વાદ લીધા હતાં.
અનંત-રાધિકાએ PM મોદીના પગે લાગીને લીધા આશીર્વાદ, સેલેબ્રિટીઓ અને VVIP મહેમાનોએ પણ કપલને આપી શુભકામના - pm narendra modi blesses - PM NARENDRA MODI BLESSES
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્નના પવિત્ર તાંતણે બંધાઈ ગયા છે, દેશ અને વિદેશમાંથી આવેલા VIP અને VVIP મહેમાનોએ નવ દંપત્તીને આશીર્વાદ આપ્યા હતાં. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ભવ્ય લગ્ન સમારોહમાં હાજરી આપી હતી અને અનંત-રાધિકાને લગ્નજીવનની આશીર્વાદ આપ્યા હતાં. pm narendra modi blesses anant and radhika

અનંત-રાધિકાએ PM મોદીના પગે લાગીને લીધા આશીર્વાદ (X@@bhansaligautam1)
Published : Jul 14, 2024, 7:26 AM IST
PM મોદીની ગ્રાન્ડ એન્ટ્રી: પીએમ મોદીએ મુકેશ અંબાણી અને નીતા અંબાણી સાથે આ આશીર્વાદ સમારોહમાં એન્ટ્રી મારી હતી. બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના દિકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ હવે પતી-પત્ની બની ગયાં છે. યુગલે 12 જુલાઈના રોજ સાત ફેરા લીધા હતા. લગ્નના બીજા દિવસે એટલે કે, 13 જુલાઈએ અનંત અને રાધિકાની આશીર્વાદ સેરેમની યોજાઈ હતી, જેમાં ન્યૂલી કપલને આશીર્વાદ આપવા માટે બોલીવુડના સિતારાઓ સાથે અસંખ્ય ટોચની હસ્તીઓ પહોંચી હતી.