ગુજરાત

gujarat

ETV Bharat / business

રોકાણકારો માટે મોટા સમાચાર ! આજે ટ્રેડિંગ માટે ખુલશે NSE - Stock market update - STOCK MARKET UPDATE

આજે 28 સપ્ટેમ્બર, શનિવારના રોજ મોક ટ્રેડિંગ સત્ર માટે ભારતીય શેરબજાર ખુલશે. નેશનલ સ્ટોક એક્સચેન્જે (NSE) કટોકટીની સજ્જતા અને ઓપરેશનલ કાર્યક્ષમતાને માન્ય કરવાના ઉદ્દેશ્યથી મોક ટ્રેડિંગ સેશનની જાહેરાત કરી છે. વાંચો સંપૂર્ણ સમાચાર... NSE Open on Saturday

આજે ટ્રેડિંગ માટે ખુલશે NSE
આજે ટ્રેડિંગ માટે ખુલશે NSE (ETV Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 28, 2024, 9:43 AM IST

મુંબઈ :આજે 28 સપ્ટેમ્બર, શનિવારના રોજ ભારતીય શેરબજાર ટ્રેડિંગ માટે ખુલશે. નેશનલ સ્ટોક એક્સચેન્જે (NSE) તેની કટોકટીની સજ્જતા અને ઓપરેશનલ કાર્યક્ષમતાને માન્ય કરવાના હેતુથી એક મોક ટ્રેડિંગ સત્રની જાહેરાત કરી છે.

ડિઝાસ્ટર રિકવરી સાઇટ :નેશનલ સ્ટોક એક્સચેન્જ તેની ડિઝાસ્ટર રિકવરી સાઇટ પરથી મૂડી બજાર અને ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (F&O) સેગમેન્ટમાં ટ્રેડિંગ હાથ ધરશે. અણધાર્યા સંજોગોમાં પણ NSE તેની સેવાઓ ચાલુ રાખી શકે તેની ખાતરી કરવા માટે આ પહેલ મહત્વપૂર્ણ છે. ટ્રેડિંગ સત્ર સિસ્ટમને ચકાસવા માટે સિમ્યુલેશન તરીકે કામ આપશે.

આજનું ટ્રેંડિગ ક્યારે થશે ?આજે ઇમર્જન્સી ટેસ્ટિંગ બપોરે 12 થી 1 વાગ્યાની વચ્ચે શેડ્યૂલ કરવામાં આવશે. વધુમાં, સંભવિત કટોકટી દરમિયાન સિસ્ટમની પ્રતિક્રિયાત્મકતાનું વધુ મૂલ્યાંકન કરવા માટે 30 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર, 2024 સુધી લાઇવ ટ્રેડિંગનું આયોજન કરવામાં આવ્યું છે.

T+0 સેટલમેન્ટ માટે ટ્રાયલ સ્ટોક:T+0 સેટલમેન્ટ સાયકલ હાલમાં 25 પસંદગીના શેરોના જૂથ માટે પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જેમાં બેંક ઓફ બરોડા, અશોક લીલેન્ડ, બિરલાસોફ્ટ, હિન્ડાલ્કો, ડિવિસ લેબ, બજાજ ઓટો, વેદાંત, SBI, ઇન્ડિયન હોટેલ્સ, LIC હાઉસિંગ ફાઇનાન્સ, ટ્રેન્ટ, LTI માઇન્ડટ્રી, ટાટા કોમ્યુનિકેશન્સ, નેસ્લે, સિપ્લા, કોફોર્જ, MRF, JSW સ્ટીલ, BPSL, ONGC, NMDC, સવર્ધન મધરસન ઇન્ટરનેશનલ, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા અને અંબુજા સિમેન્ટ્સ અગ્રણી નામો છે.

  1. ભારતના જિયો-બીપીના 500 મા EV ચાર્જિંગ સ્ટેશનનું મુંબઈમાં ઉદ્ઘાટન
  2. શેરબજારની તેજી પર બ્રેક લાગી : Sensex માં 230 પોઈન્ટનો ઘટાડો

ABOUT THE AUTHOR

...view details