મુંબઈઃ કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું છે. BSE પર સેન્સેક્સ 193 પોઈન્ટના ઉછાળા સાથે 80,712.99ની સપાટી પર ખુલ્યો છે, જ્યારે NSE પર નિફ્ટી 0.23 ટકાના વધારા સાથે 24,559.55ની સપાટી પર ખુલ્યો છે.
ઉછાળા સાથે ખુલ્યું શેરબજાર, સેન્સેક્સ 193 પોઈન્ટ ઉપર, નિફ્ટી 24,500ને પાર - stock market live update - STOCK MARKET LIVE UPDATE
કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું છે. BSE પર સેન્સેક્સ 193 પોઈન્ટના ઉછાળા સાથે 80,712.99ની સપાટી પર ખુલ્યો છે. જ્યારે NSE પર નિફ્ટી 0.23 ટકાના વધારા સાથે 24,559.55ની સપાટી પર ખુલ્યો છે.
શેર બજાર (પ્રતિકાત્મક ફોટો) (Getty Image)
Published : Jul 15, 2024, 9:43 AM IST
બજાર ખૂલતાંની સાથે HCL ટેક્નોલોજી, અલ્ટ્રાટેક સિમેન્ટ, શ્રીરામ ફાઇનાન્સ, ONGC અને ટેક મહિન્દ્રા નિફ્ટીમાં ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે એશિયન પેઈન્ટ્સ, ભારતી એરટેલ, ટાટા સ્ટીલ, કોલ ઈન્ડિયા અને HDFC લાઈફ નુકસાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે.