ગુજરાત

gujarat

ETV Bharat / business

શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું, સેન્સેક્સ 96 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24,342ના મથાળે - stock Market update

કારોબારી સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજાર લાલ નિશાનમાં ખુલ્યું છે. BSE પર સેન્સેક્સ 96 પોઈન્ટના ઘટાડા સાથે 79,552.51ની સપાટી પર ખુલ્યો છે, જ્યારે NSE પર નિફ્ટી 0.02 ટકાના ઘટાડા સાથે 24,342.35ના મથાળે ખુલ્યો. સંપૂર્ણ સમાચાર વાંચો વિસ્તારથી...stock Market today

શેર બજાર (પ્રતિકાત્ક તસ્વીર)
શેર બજાર (પ્રતિકાત્ક તસ્વીર) (IANS Photo)

By ETV Bharat Gujarati Team

Published : Aug 13, 2024, 9:23 AM IST

મુંબઈઃ કારોબારી સપ્તાહના બીજા દિવસે શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું છે. BSE પર સેન્સેક્સ 96 પોઈન્ટના ઘટાડા સાથે 79,552.51ની સપાટી પર ખુલ્યો છે. જ્યારે NSE પર નિફ્ટી 0.02 ટકાના ઘટાડા સાથે 24,342.35ની સપાટી પર ખુલ્યો છે.

સોમવારની બજાર:સપ્તાહના પ્રારંભે 12 ઓગસ્ટ, સોમવારના રોજ BSE Sensex ગત 79,750 ના બંધ સામે 420 પોઈન્ટના ઘટાડા સાથે 79,330ના મથાળે ખુલ્યો હતો. જ્યારે NSE Nifty ગત 24,367 ના બંધની સામે 47 પોઇન્ટ તૂટીને 24,320 ના મથાળે ખુલ્યો હતો. ઉલ્લેખનિય છે કે, નીચા મથાળે બાદ BSE Sensex અને NSE Nifty સતત ગગડીને લાલ રંગમાં ટ્રેડ કરી રહ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details