મુંબઈઃશરૂઆતી ઉછાળા બાદ શેરબજારના ઉછાળા પર બ્રેક લાગી હતી. BSE પર સેન્સેક્સ 42 પોઈન્ટના ઘટાડા સાથે 76,650.90ની સપાટી પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે NSE પર નિફ્ટી 0.03 ટકાના વધારા સાથે 23,296.35 પર ટ્રેડ કરી રહ્યો છે.
શેરબજાર શરૂઆતના ટ્રેડિંગમાં રેકોર્ડ ઊંચાઈ પર
સપ્તાહના પ્રથમ દિવસે ટ્રેડર્સ રેકોર્ડ હાઈ પર ટ્રેડ કરી રહ્યા છે. આજે સેન્સેક્સ પહેલીવાર 77 હજાર અને નિફ્ટીએ પહેલીવાર 23,400ની સપાટી પાર કરી હતી. BSE પર સેન્સેક્સ 349 પોઈન્ટના ઉછાળા સાથે 77,043.13ની સપાટી પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે NSE પર નિફ્ટી 0.50 ટકાના વધારા સાથે 23,406.10ની સપાટી પર ટ્રેડ કરી રહ્યો છે.