મુંબઈઃકારોબારી સપ્તાહના ચોથા દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું છે. BSE પર સેન્સેક્સ 203 પોઈન્ટના ઉછાળા સાથે 80,190.04 પર ખુલ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 0.34 ટકાના વધારા સાથે 24,369.95 પર ખુલ્યો હતો.
બજાર ખુલવાની સાથે, ICICI બેંક, હિન્દાલ્કો, HCL ટેક, TCS અને ટાટા મોટર્સ નિફ્ટી પર ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યાં છે, જ્યારે HDFC બેંક, સિપ્લા, શ્રીરામ ફાઇનાન્સ, અદાણી એન્ટરપ્રાઇઝ અને HDFC લાઇફ ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યાં છે.
બુધવારની બજાર
ટ્રેડિંગ સપ્તાહના ત્રીજા દિવસે શેરબજારો લીલા નિશાન પર બંધ થયા છે. BSE પર સેન્સેક્સ 545 પોઈન્ટના ઉછાળા સાથે 79,986.80ની સપાટી પર બંધ રહ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 0.67 ટકાના વધારા સાથે 24,286.50ની સપાટી પર બંધ થયો.
સેન્સેક્સ પર ટ્રેડિંગ દરમિયાન, HDFC બેંક, એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા બેંક, ઇન્ડસઇન્ડ બેંક અને SBI ટોપ ગેનર્સની યાદીમાં સામેલ હતા, જ્યારે TCS, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટાટા મોટર્સ, ટાઇટન કંપની અને L&T ટોપ લૂઝર્સની યાદીમાં સામેલ હતા. જ્યારે નિફ્ટી પર કેસ્ટ્રોલ ઈન્ડિયા, MMTC, ગુજરાત પીપાવાવ, મઝગાંવ ડોક ટોપ ગેનર્સની યાદીમાં સામેલ હતા. ચોલા ફિન હોલ્ડિંગ્સ, જેકે પેપર, પ્રેસ્ટિજ એસ્ટેટ, સુમિતોમો કેમિકલ ટોપ લુઝર્સની યાદીમાં સામેલ હતા.
મીડિયા સિવાય, અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો લીલા રંગમાં બંધ થયા હતા, જેમાં બેન્ક અને મેટલ 1 થી 2 ટકા વધ્યા હતા. BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં લગભગ 1 ટકાનો વધારો થયો છે.