મુંબઈઃકારોબારી સપ્તાહના ચોથા દિવસે શેરબજાર ઉછાળા સાથે ગ્રીન ઝોનમાં ખુલ્યું હતું. BSE પર સેન્સેક્સ 536 પોઈન્ટના ઉછાળા સાથે 83,484.35 પર ખુલ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.65 ટકાના વધારા સાથે 25,541.70 પર ખુલ્યો હતો.
નિફ્ટી પર આજના ટ્રેડિંગ દરમિયાન, LTIMintree, એનટીપીસી, વીપ્રો, ટેક મહિન્દ્રા અને ઇન્ફોસિસ નફા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે ઓએનજીસી અને ભારતી એરટેલ નુકસાન સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.
બુધવાર બજાર:ટ્રેડિંગ સપ્તાહના ત્રીજા દિવસે શેરબજાર રેડ ઝોનમાં બંધ થયું હતું. BSE પર સેન્સેક્સ 220 પોઈન્ટના ઘટાડા સાથે 82,859.21 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.29 ટકાના ઘટાડા સાથે 25,344.70 પર બંધ થયો હતો.