નવી દિલ્હી: કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજાર રેડ ઝોનમાં બંધ થયું છે. BSE પર સેન્સેક્સ 984.23 પોઈન્ટ અથવા 1.25 ટકાના ઘટાડા સાથે 77,690.95 પર બંધ થયો હતો. જ્યારે NSE પર નિફ્ટી 324.50 પોઈન્ટ અથવા 1.36 ટકાના ઘટાડા સાથે 23,559 પર બંધ હતો. લગભગ 628 શેર વધ્યા હતા, 3180 શેર ઘટ્યા હતા અને 92 શેર યથાવત રહ્યા હતા.
નિફ્ટીમાં હીરો મોટોકોર્પ, હિન્દાલ્કો, ટાટા સ્ટીલ, એમએન્ડએમ અને આઇશર મોટર્સનો ટોપ લુઝર્સની યાદીમાં સમાવેશ થાય છે, જ્યારે એનટીપીસી, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ, એચયુએલ, ટાટા મોટર્સના શેરમાં વધારો નોંધાયો હતો.
- ઓટો, કેપિટલ ગુડ્સ, મેટલ, રિયલ્ટી, પીએસયુ બેંક, પાવર, મીડિયા વગેરે સાથે તમામ સેક્ટોરલ ઈન્ડેક્સ રેડ ઝોનમાં બંધ થયા છે.
- BSE મિડકેપ ઇન્ડેક્સ 2.5 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ 3 ટકા ઘટ્યો હતો.
- ભારતીય રૂપિયો પ્રતિ ડૉલર 84.38 પર સ્થિર બંધ રહ્યો હતો, જ્યારે મંગળવારે તે 84.39 પ્રતિ ડૉલર પર બંધ થયો હતો.