મુંબઈઃકારોબારી સપ્તાહના બીજા દિવસે શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું છે. BSE પર સેન્સેક્સ 209 પોઈન્ટના ઉછાળા સાથે 81,768.72 પર ખુલ્યો. જ્યારે NSE પર નિફ્ટી 0.29 ટકાના વધારા સાથે 25,007.80 પર ખુલ્યો છે. લગભગ 472 શેર વધ્યા છે, જ્યારે 125 શેર ઘટ્યા અને 47 શેરમાં કોઈ ફેરફાર થયો ન હતો.
બજાર ખૂલતાંની સાથે જ ડિવિસ લેબ્સ, એચસીએલ ટેક્નોલોજીસ, અપોલો હોસ્પિટલ્સ, ઈન્ફોસીસ, ટેક મહિન્દ્રા નિફ્ટીમાં ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા છે, જ્યારે એમએન્ડએમ, બજાજ ઓટો, ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ, આઈટીસી અને ઈન્ડસઈન્ડ બેન્ક નુકસાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે.
સોમવાર બજાર
કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ થયું હતું. BSE પર સેન્સેક્સ 365 પોઈન્ટના ઉછાળા સાથે 81,548.95 પર બંધ રહ્યો હતો. જ્યારે, NSE પર નિફ્ટી 0.35 ટકાના વધારા સાથે 24,938.45ની સપાટી પર બંધ થયો.
નિફ્ટી પર ટ્રેડિંગ દરમિયાન HUL, શ્રીરામ ફાઇનાન્સ, ICICI બેન્ક, ITC અને બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ ટોપ ગેઇનર્સમાં હતા, જ્યારે ONGC, ટેક મહિન્દ્રા, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, NTPC અને BPCL ટોપ લુઝર્સમાં હતા.
ક્ષેત્રોમાં, એફએમસીજી અને બેંક સૂચકાંકો પ્રત્યેક 1-1 ટકા વધ્યા હતા, જ્યારે કેપિટલ ગુડ્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, મેટલ, ટેલિકોમ, મીડિયા, ઓઇલ એન્ડ ગેસ, પાવર, રિયલ્ટી 0.3-1 ટકા ઘટ્યા હતા. BSE મિડકેપ ઈન્ડેક્સ 0.4 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.7 ટકા ઘટ્યા છે.