ગુજરાત

gujarat

ETV Bharat / business

શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું, સેન્સેક્સ 181 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 23,500ને પાર - stock market live update - STOCK MARKET LIVE UPDATE

કારોબારી સપ્તાહના બીજા દિવસે આજે ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું છે. BSE પર સેન્સેક્સ 181 પોઈન્ટના ઉછાળા સાથે 77,547.02ની સપાટી પર ખુલ્યો હતો. NSE પર નિફ્ટી 0.25 ટકાના વધારા સાથે 23,596.00ની સપાટી પર ખુલ્યો. સંપૂર્ણ સમાચાર વાંચો... stock market opening

શેર બજાર (પ્રતિકાત્મક તસ્વીર)
શેર બજાર (પ્રતિકાત્મક તસ્વીર) (Getty image)

By ETV Bharat Gujarati Team

Published : Jun 25, 2024, 9:33 AM IST

મુંબઈઃકારોબારી સપ્તાહના બીજા દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું છે. BSE પર સેન્સેક્સ 181 પોઈન્ટના ઉછાળા સાથે 77,547.02ની સપાટી પર ખુલ્યો હતો. NSE પર નિફ્ટી 0.25 ટકાના વધારા સાથે 23,596.00ની સપાટી પર ખુલ્યો. બજાર ખુલતાની સાથે જ અલ્ટ્રાટેક સિમેન્ટ, એચડીએફસી બેંક, એસબીઆઈ વધારા સાથે કારોબાર કરી રહ્યા છે.

સોમવારની બજાર:

કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ થયું છે. BSEનો સેન્સેક્સ 131 પોઈન્ટના ઉછાળા સાથે 77,341.08 પર અને NSEનો નિફ્ટી 0.16 ટકાના વધારા સાથે 23,537.85 પર બંધ થયો.

ટોપ ગેનર્સ અને ટોપ લુઝર્સઃ સેન્સેક્સ પર આજના ટ્રેડિંગ દરમિયાન પાવર ગ્રીડ, M&M, સન ફાર્મા, નેસ્લે અને અલ્ટ્રાટેક સિમેન્ટ ટોપ ગેઇનર્સમાં હતા. જ્યારે ઇન્ડસઇન્ડ બેન્ક, ટાટા સ્ટીલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, બજાજ ફાઇનાન્સ અને એક્સિસ બેન્ક ટોપ લુઝર્સમાં હતા.

મિડકેપ સ્મોલકેપની સ્થિતિઃ સોમવારે ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો વધ્યા હતા, જેમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને એફએમસીજી શેર્સમાં કેપિટલ ગુડ્સ, ઓટો, એફએમસીજી, ટેલિકોમ અને પાવર ઇન્ડેક્સ 0.5 થી 1 ટકા વધ્યા હતા, જ્યારે મેટલ, ઓઇલ અને ગેસ, PSU બેન્ક અને મીડિયામાં 0.5-1 ટકાનો ઘટાડો નોંધાયો છે. BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં 0.3 થી 0.3 ટકાનો વધારો નોંધાયો છે.

ABOUT THE AUTHOR

...view details