મુંબઈ :રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને (RBI) તેની સત્તાવાર વેબસાઈટ પર ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. રશિયન ભાષામાં લખાયેલ આ ઈમેલમાં સેન્ટ્રલ બેંકને બોમ્બથી ઉડાવી દેવાની યોજનાની ચેતવણી આપવામાં આવી છે.
RBI જોગ ધમકીભર્યો ઈમેઈલ :મુંબઈ પોલીસના ઝોન 1 DCPએ જણાવ્યું કે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઈટ પર ધમકીભર્યો ઈમેલ આવ્યો છે. ઈમેલ રશિયન ભાષામાં હતો, જેમાં બેંકને બોમ્બથી ઉડાવી દેવાની ચેતવણી હતી. માતા રમાબાઈ માર્ગ (MRA માર્ગ) પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. હાલમાં આ મામલાની તપાસ ચાલુ છે.
સેન્ટ્રલ બેંકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી :16 નવેમ્બરના રોજ આરબીઆઈના કસ્ટમર કેર નંબર પર બોમ્બની ધમકી મળી હતી, જેમાં ફોન કરનારે પોતાની ઓળખ "લશ્કર-એ-તૈયબાના CEO" તરીકે આપી હતી. કોલ દરમિયાન,આરોપીએ ધમકી આપતા પહેલા ફોન પર કથિત રીતે ગીત ગાયું હતું. લશ્કર-એ-તૈયબા આતંકવાદી જૂથે 2008ના મુંબઈ હુમલાને અંજામ આપ્યો હતો, જે ભારતમાં સૌથી ભયંકર આતંકવાદી હુમલાઓમાંનો એક હતો.
સુરક્ષા કાર્યવાહ અને તકેદારીના પગલા :આ સતત ધમકીઓને જોતા મુંબઈ પોલીસે તકેદારી વધારી દીધી છે અને તમામ સુરક્ષા એજન્સીઓને હાઈ એલર્ટ પર રાખી છે. કોઈપણ સંભવિત ખતરાથી બચવા માટે આરબીઆઈની ઓફિસો અને આસપાસના વિસ્તારમાં સુરક્ષા પગલાં વધારવામાં આવ્યા છે.
- દિલ્હીની છ શાળાને મળ્યો બોમ્બ બ્લાસ્ટની ધમકીભર્યો ઈ-મેલ
- આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણને મળી ધમકી