નવી દિલ્હી :તમને નોટબંધીનો દિવસ યાદ જ હશે. આ પછી તમે એ પણ જોયું કે કેવી રીતે RBI દ્વારા ધીમે-ધીમે 2000 રૂપિયાની નોટો બજારમાંથી પાછી ખેંચી લેવામાં આવી. હવે સમાચાર આવી રહ્યા છે કે સરકાર 200 રૂપિયાની નોટ માટે પણ આવું જ પગલું ભરી શકે છે.
શું 200 રૂપિયાની નોટ થશે બંધ ?
જો તમે નથી જાણતા તો તમને જણાવી દઈએ કે હાલમાં બજારમાં સૌથી વધુ 500 અને 200 રૂપિયાની નોટો ચલણમાં છે. તમે એ પણ જોયું હશે કે લગભગ દરેક વ્યક્તિના ખિસ્સામાં 200 કે 500 રૂપિયાની નોટ હોય છે. તો શું મોદી સરકાર આ નોટ પર પ્રતિબંધ મૂકવા જઈ રહી છે? રિઝર્વ બેંકે આ મામલે એક મોટું અપડેટ આપ્યું છે. RBI દ્વારા આ અંગે એક નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે.
શું કહે છે RBI ?
RBIનું કહેવું છે કે 2000 રૂપિયાની નોટો પર પ્રતિબંધ લગાવ્યા બાદ દેશમાં 200 અને 500 રૂપિયાની નકલી નોટોનું ચલણ સતત વધી રહ્યું છે. ભારતીય રિઝર્વ બેંકે લોકોને ટ્રાન્ઝેક્શન દરમિયાન વધુ સાવચેત રહેવાની ચેતવણી આપી છે.
200 રૂપિયાની નકલી નોટ કેવી રીતે ઓળખવી ?
તમે કેવી રીતે જાણી શકશો કે તમારા ખિસ્સામાં રહેલી 200 રૂપિયાની નોટ નકલી છે કે નહીં ? આ જાણવા માટે તમારે તેને ઓળખવી પડશે. 200 રૂપિયાની નોટની ડાબી બાજુએ દેવનાગરી લિપિમાં 200 લખેલું છે. મધ્યમાં મહાત્મા ગાંધીનું ખૂબ જ સ્પષ્ટ ચિત્ર છે અને RBI, Bharat, India અને 200 ખૂબ જ નાના અક્ષરોમાં એટલે કે માઇક્રો ફોન્ટમાં લખેલા છે. જમણી બાજુએ અશોક સ્તંભનું પ્રતીક છે.
RBI દ્વારા જનતા જોગ અપીલ :નકલી નોટોના પ્રસારને રોકવા માટે ભારતીય રિઝર્વ બેંકે લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે. ભારતીય રિઝર્વ બેંકે ટ્રાન્ઝેક્શન દરમિયાન નોટોને યોગ્ય રીતે તપાસવાની સલાહ આપી છે. આરબીઆઈએ કહ્યું કે જો કોઈને નકલી નોટો મળે તો તેને તાત્કાલિક સ્થાનિક પ્રશાસન અથવા સંબંધિત બેંક અધિકારીઓ પાસે લઈ જવું જોઈએ.
- RBIએ આ બે બેંકોના મર્જરને આપી મંજૂરી, ગુજરાતના ઘણા શહેરોમાં આવી છે તેની બ્રાન્ચ
- ખાતામાંથી પૈસા કપાયા છતાં ટ્રાન્ઝેક્શન ફેલ આવ્યું તો હવે બેંકો દંડાશે, RBIએ કર્યો નિયમ