નવી દિલ્હી : સરકારે પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) હેઠળ લોનની મર્યાદા 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરી દીધી છે. નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) હેઠળ મુદ્રા લોનની મર્યાદા હાલના રૂ. 10 લાખથી વધારીને રૂ. 20 લાખ કરવામાં આવી છે. આ વધારો મુદ્રા યોજનાના ઉદ્દેશ્યને આગળ વધારવાની આકાંક્ષા ધરાવે છે, જે અનફંડેડને ભંડોળ પૂરું પાડે છે.
PM મુદ્રા લોનની મર્યાદા વધી :23 જુલાઈ, 2024 ના રોજ કેન્દ્રીય બજેટ 2024-25 માં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) હેઠળની મર્યાદા હાલના રૂ. 10 લાખથી વધારીને રૂ. 20 લાખ કરવામાં આવી છે.
નાણામંત્રીની જાહેરાત :લોકસભામાં બજેટ રજૂ કરતી વખતે નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, 'તરુણ કેટેગરી' હેઠળ અગાઉની લોન લીધી હોય અને સફળતાપૂર્વક ચૂકવણી કરી હોય તેવા ઉદ્યોગ સાહસિકો માટે મુદ્રા લોન મર્યાદા વર્તમાન 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવશે.