ગુજરાત

gujarat

ETV Bharat / business

Stock Market Update : ભારતીય શેરબજાર ઉપલી સપાટીથી ગગડ્યું, BSE Sensex માં 802 પોઈન્ટનો કડાકો

આજે ભારતીય શેરબજારની સારી શરૂઆત બાદ અંતે ફિયાસ્કો થયો હતો. ભારતીય શેરબજારના બંને મુખ્ય સૂચકાંક આજે વધારા સાથે ખુલ્યા હતા. જોકે, ત્યારબાદ મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty દિવસ દરમિયાન સુસ્ત પ્રદર્શન કરી ટ્રેડિંગ સેશનના અંતે અનુક્રમે 802 અને 215 પોઈન્ટ તૂટીને રેડ ઝોનમાં બંધ થયા હતા.

By ETV Bharat Gujarati Team

Published : Jan 30, 2024, 4:28 PM IST

ભારતીય શેરબજાર ઉપલી સપાટીથી ગગડ્યું
ભારતીય શેરબજાર ઉપલી સપાટીથી ગગડ્યું

મુંબઈ :આજે બજારના બંને મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty ગ્રીન ઝોનમાં ખુલ્યા હતા. પરંતુ દિવસ દરમિયાન સપાટ વલણ બાદ ગગડવા લાગ્યા હતા. ટ્રેડિંગ સેશનના અંતે ભારતીય બજાર રેડ ઝોનમાં બંધ રહ્યું હતું. બજારમાં સૌથી વધુ વેચવાલી એફએમસીજી, ફાર્મા અને ફાયનાન્સ સ્ટોકમાં નોંધાઈ છે.

BSE Sensex : આજે 30 જાન્યુઆરી મંગળવારના રોજ BSE Sensex ગતરોજના 71,941 બંધની સામે 59 પોઈન્ટ વધીને 72,000 ના ઊંચા મથાળે ખુલ્યો હતો. બજારની સારી શરુઆતમાં જ 72,142 પોઈન્ટની ડે હાઈ બનાવી BSE Sensex સતત સુસ્ત રહ્યો હતો. જેમાં નબળા વલણના પરિણામે 71,075 પોઈન્ટ ડાઉન ગયો હતો. ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex ઈન્ડેક્સ 802 પોઈન્ટ તૂટીને 71,140 ના મથાળે રેડ ઝોનમાં બંધ રહ્યો હતો. જે 1.11 ટકાનો ઘટાડો દર્શાવે છે.

NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 215 પોઈન્ટ (0.99%) ઘટાડા સાથે 21,522 ના મથાળે રેડ ઝોનમાં બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 38 પોઈન્ટના વધારા સાથે 21,775 ના મથાળે ખુલ્યો હતો. ત્યારબાદ શરુઆતમાં NSE Nifty 21,813 ની ડે હાઈ બનાવી હતી. પરંતુ ત્યારબાદ સતત વેચવાલીના પગલે ગગડીને 21,502 સુધી ડાઉન ગયો હતો. દિવસ દરમિયાન વિદેશી ફંડના સેલિંગ પ્રેશર વચ્ચે ઈન્ડેક્સ સતત નીચે રહ્યો હતો.

ટોપ ગેઈનર શેર : આજે BSE Sensex માં લિસ્ટેડ કંપનીઓમાં સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં ટાટા મોટર્સ (4.84%), JSW સ્ટીલ (1.77%), એચયુએલ (1.26%), SBI (1.04%) અને HDFC બેંકનો (0.93%) સમાવેશ થાય છે.

ટોપ લુઝર શેર :જ્યારે BSE Sensex માં લિસ્ટેડ કંપનીઓમાં સૌથી વધુ ગગડેલા શેરોમાં બજાજ ફાઇનાન્સ (-5.17%), ટાઈટન કંપની (-3.13%), અલ્ટ્રાટેક સિમેન્ટ (-3.08%), એનટીપીસી (-2.83%) અને બજાજ ફિનસર્વનો (-2.81%) સમાવેશ થાય છે.

ADR : આજે શેરબજારનો એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 1035 શેરના ભાવ વધ્યા હતા. જેની સામે 1109 શેરના ભાવ ઘટ્યા હતા. જોકે, BSE સેન્સેક્સમાં સૌથી વધુ એક્ટિવ શેરમાં બજાજ ફાઇનાન્સ, HDFC બેંક, ટીસીએસ અને આઇટીસીના સ્ટોક રહ્યા હતા.

  1. Share Market Updates : ભારતીય શેરબજારમાં રોનક, કેન્દ્રીય બજેટની અસર જોવા મળશે
  2. How The Budget Is Prepared : બજેટ શું છે અને તેને કેવી રીતે તૈયાર કરવામાં આવે છે, તેના વિશે વિગતવાર જાણીએ...

ABOUT THE AUTHOR

...view details