મુંબઈ :ચાલુ સપ્તાહની શરૂઆતમાં જ ભારતીય શેરબજારમાં ભારે એક્શન જોવા મળ્યું છે. આજે બજારના મુખ્ય સૂચકાંક ઊંચા મથાળે ખુલ્યા હતા. પરંતુ ત્યારબાદ દિવસ દરમિયાન સતત ઉતાર ચડાવ જોવા મળ્યો હતો. અંતે ભારતીય બજાર સપાટ બંધ રહ્યું હતું. આજે ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex અને NIFTY IT અનુક્રમે 34 અને 478 પોઈન્ટ ઘટીને રેડ ઝોનમાં બંધ રહ્યા હતા. જ્યારે NSE Nifty અને NIFTY BANK ગ્રીન ઝોનમાં સપાટ બંધ થયા હતા.
BSE Sensex : આજે 7 ફેબ્રુઆરી, બુધવારના રોજ BSE Sensex ગત 72,186 ના બંધ સામે 362 પોઈન્ટના વધારા સાથે 72,548 ના મથાળે ખુલ્યો હતો. દિવસ દરમિયાન સતત ઉતાર ચઢાવ વચ્ચે 71,938 પોઈન્ટ ડાઉન અને 72,559 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex ઈન્ડેક્સ 34 પોઈન્ટ ડાઉન 72,152 ના મથાળે રેડ ઝોનમાં સપાટ બંધ રહ્યો હતો. જે 0.05 ટકાનો ઘટાડો દર્શાવે છે.
NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ 21,929 પોઈન્ટ પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 22,045 ના મથાળે ખુલ્યો હતો. ત્યારબાદ NSE Nifty 21,860 પોઈન્ટ સુધી ડાઉન અને 22,053 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. દિવસ દરમિયાન વિદેશી ફંડના સેલિંગ પ્રેશર અને DII ના ટેકારુપી બાઈંગ વચ્ચે ઈન્ડેક્સ સતત ઉપર નીચે થતો રહ્યો હતો.