મુંબઈ :આજે ભારતીય શેરમાર્કેટમાં સતત ઉતાર ચઢાવ સાથે ભરપૂર એક્શન જોવા મળ્યું છે. આજે દિવસ દરમિયાન સતત તેજીવાળા ઓપરેટરો અને મંદીવાળા ઓપરેટરો વચ્ચે હોડ જામી હતી. જેના પરિણામે સતત ઉતાર ચઢાવ રહ્યા હતા. જોકે ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex 455 પોઈન્ટના સુધારા સાથે 72,186 ના મથાળે બંધ રહ્યો હતો. જ્યારે NSE Nifty પણ 158 પોઈન્ટના વધારા સાથે 21,929 ના મથાળે બંધ રહ્યો હતો.
BSE Sensex : આજે 6 જાન્યુઆરી, મંગળવારના રોજ BSE Sensex ગતરોજના 71,731 બંધની સામે 239 પોઈન્ટ વધીને 71,970 ના મથાળે ખુલ્યો હતો. દિવસ દરમિયાન સતત ઉતાર ચઢાવ વચ્ચે 71,625 પોઈન્ટ ડાઉન અને 72,261 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. BSE Sensex પ્રથમ ઉચકાયા બાદ સતત વેચવાલીના પગલે નીચે પટકાતો રહ્યો હતો. DII ના ટેકારુપી બાઈંગ સાથે ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex ઈન્ડેક્સ 455 પોઈન્ટ વધીને 72,186 ના મથાળે બંધ રહ્યો હતો. જે 0.63 ટકાનો વધારો દર્શાવે છે.
NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 158 પોઈન્ટ (0.72%) વધીને 21,929 પોઈન્ટ પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 21,921 ના મથાળે સપાટ ખુલ્યો હતો. ત્યારબાદ NSE Nifty 21,727 પોઈન્ટ સુધી ડાઉન અને 21,964 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. દિવસ દરમિયાન વિદેશી ફંડના સેલિંગ પ્રેશર અને DII ના ટેકારુપી બાઈંગ વચ્ચે ઈન્ડેક્સ સતત ઉપર નીચે થતો રહ્યો હતો.