મુંબઈ :2 માર્ચ, મંગળવારના રોજ ભારતીય શેરબજાર સપાટ ખુલ્યું છે. ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંક BSE Sensex 74,022 ના મથાળે ગ્રીન ઝોનમાં ખુલ્યો હતો. જ્યારે NSE Nifty ઘટાડા સાથે 22,458 ના મથાળે રેડ ઝોનમાં ખુલ્યો હતો. નવી ઓલ ટાઈમ હાઈ બાદ આજે શેરબજારમાં નબળાઈ જોવા મળી હતી. મુખ્ય સૂચકાંકો લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. બેન્કિંગ, IT અને ફાર્મા સેક્ટરમાં વેચવાલીથી દબાણ છે.
શેરબજારની સુસ્ત શરૂઆત : 2 માર્ચ, મંગળવારના રોજ BSE Sensex ગત 74,014 ના બંધ સામે 8 પોઈન્ટના વધારા સાથે 74,022 ના મથાળે ખુલ્યો હતો. જ્યારે NSE Nifty ગત 22,462 ના બંધની સામે 4 પોઇન્ટ ઘટીને 22,458 ના મથાળે ખુલ્યો હતો. ઉલ્લેખનિય છે કે, સુસ્ત શરુઆત બાદ BSE Sensex અને NSE Nifty ગગડીને લાલ રંગમાં ટ્રેડ કરી રહ્યા છે.
બેન્કિંગ સેક્ટરમાં વેચવાલી :વૈશ્વિક બજારના મિશ્ર સંકેતોને કારણે ભારતીય શેરબજારની શરૂઆત સુસ્ત રહી હતી. BSE Sensex ગગડીને 73,900 અને NSE Nifty 22,400 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. બજારના સુસ્ત વલણ વચ્ચે બેન્કિંગ, IT અને ફાર્મા સેક્ટરમાં વેચવાલીથી દબાણ છે. નિફ્ટીમાં ICICI બેંક ટોપ લુઝર છે, જ્યારે અદાણી પોર્ટ ટોપ ગેઈનર છે.
ગ્લોબલ સ્ટોક માર્કેટ : અમેરિકન બજારમાં સુસ્ત અને મિશ્ર કારોબાર થઈ રહ્યો છે. DOW 240 પોઈન્ટ અને S&P 500 0.2% ડાઉન રહ્યો હતો. કુલ 11માંથી 8 સેક્ટર પર દબાણ છે. સ્મોલ કેપ્સમાં ભારે વેચવાલી નોંધાઈ હતી અને રસેલ 2000 1% નીચે રહ્યો હતો, જ્યારે નાસ્ડેકમાં હળવો વધારો છે.
ગ્લોબલ કોમોડિટી માર્કેટ :ક્રૂડ ઓઈલ 88 ડોલરની નજીક 5 મહિનાની ટોચે પહોંચ્યું છે. 3 એપ્રિલે યોજાનારી OPEC+ બેઠક પર બજારની નજર રહેશે. જ્યારે સોનામાં રેકોર્ડ બ્રેકિંગ તેજી ચાલુ છે. છેલ્લા 7 દિવસની એકતરફી તેજીમાં સોનું લગભગ 100 ડોલર વધ્યું છે.
- સોનાના ભાવે સર્વોચ્ચ સપાટી વટાવી, સોનું પહોચ્યું 71000ને પાર - Gold Rate
- એલપીજી ગેસ બોટલમાં ભાવ ઘટાડો, 19 અને 5 કિલો ગેસ બોટલમાં કેટલો ઘટાડો થયો જાણો