નવી દિલ્હી : એમ્પ્લોઇઝ પેન્શન સ્કીમ (EPS) સબ્સ્ક્રાઇબર્સ હવે ભારતની કોઈપણ બેંક શાખામાંથી તેમનું પેન્શન મેળવી શકશે. આ જાહેરાત નવી લોન્ચ થયેલી સેન્ટ્રલાઈઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમ (CPPS)ના ભાગરૂપે કરવામાં આવી હતી. આ સુવિધાથી 78 લાખ EPS પેન્શનરોને ફાયદો થવાની અપેક્ષા છે.
પેન્શનરો માટે ખુશખબર :અગાઉ, જો કોઈ પેન્શનર નિવૃત્તિ પછી નવા શહેરમાં જાય છે, તો તેણે પેન્શન ચૂકવણીના ઓર્ડર એક ઑફિસમાંથી બીજી ઓફિસમાં ટ્રાન્સફર કરવા અથવા બેંક અથવા શાખા બદલવી પડતી હતી. જોકે, CPPS લાગુ થયા બાદ હવે આ તમામ કામ કરવાની જરૂર નથી.
EPS નિયમોમાં મોટો ફેરફાર :હવે એમ્પ્લોઇઝ પેન્શન સ્કીમ (EPS) સબ્સ્ક્રાઇબર્સ ભારતની કોઈપણ બેંક શાખામાંથી તેમનું પેન્શન મેળવી શકશે. પેન્શનરોએ કોઈપણ ચકાસણી માટે શાખાની મુલાકાત લેવાની જરૂર નથી અને પેન્શન જારી થયા પછી તરત જ તેમનું પેન્શન જમા થઈ જશે. આ ઉપરાંત, દરેક કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) પ્રાદેશિક કાર્યાલય દ્વારા માત્ર 3-4 બેંકો સાથે અલગ-અલગ કરાર કરવાની પ્રથા પણ સમાપ્ત થઈ જશે.
પહેલા શું નિયમ હતો ?અત્યાર સુધી, જ્યારે કોઈ પેન્શનર નિવૃત્તિ પછી નવા શહેરમાં જાય છે, ત્યારે તેણે પેન્શન પેમેન્ટ ઓર્ડરને એક ઑફિસમાંથી બીજી ઑફિસમાં ટ્રાન્સફર કરવાનો અથવા બેંક અથવા શાખા બદલવાનો વિકલ્પ પસંદ કરવાનો હતો. જોકે, CPPS લાગુ થયા બાદ હવે તેની જરૂર નહીં રહે.
EPS શું છે ?વર્ષ 1995 માં EPFO એ તેના સભ્યોને આજીવન પેન્શન આપવા માટે EPS શરૂ કર્યું. એમ્પ્લોયરના 12 ટકા યોગદાનમાંથી, 8.33 ટકા EPS અને બાકીના 3.67 ટકા EPF માં જવાનું ફરજિયાત હતું. EPFO હવે નવી સિસ્ટમ પર સ્વિચ કર્યા પછી પેન્શન વિતરણમાં નોંધપાત્ર ખર્ચ ઘટાડવાની અપેક્ષા રાખે છે.
- આધાર વગર નહીં થાય આ બે મોટા કામ: જાણી લો, નહીં તો થશે મુશ્કેલી
- શું છે ગરીબ કલ્યાણ અન્ન યોજના, કોને મેળે છે લાભ, ક્યા સુધી ચાલુ રહેશે ?