નવી દિલ્હીઃ દિવાળીનો તહેવાર નજીક છે. દિવાળી દેશના સૌથી મોટા તહેવારોમાંનો એક છે. દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. દિવાળી એ પ્રકાશનો પર્વ કહેવાય છે. તેને જાહેર રજા ગણવામાં આવે છે. દર વર્ષે દિવાળી પર બેંકો બંધ રહે છે. જોકે આ વર્ષે દિવાળીને લઈને થોડી અસમંજસતા છે, દેશમાં દિવાળી 31 ઓક્ટોબર કે 1લી નવેમ્બર ક્યારે ઉજવાશે?
RBIએ દિવાળી પર જુદા જુદા રાજ્યોમાં ક્યારે બેંકો બંધ રહેશે તે અંગેનું હોલિડે લિસ્ટ આપ્યું છે. જેમાં અન્ય રાજ્યોની સાથે સાથે ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદમાં બેંકો કઈ તારીખે બંધ રહેશે તે જણાવાયું છે. આ ઉપરાંત બેસતા વર્ષના દિવસે પણ જાહેર રજા આપવામાં આવી છે.
આ વર્ષે દિવાળી ક્યારે ઉજવાશે?
આ વર્ષે ભારતમાં દિવાળીનો તહેવાર ક્યારે ઉજવવામાં આવશે તે અંગે લોકોમાં મૂંઝવણ છે. દર વર્ષે કારતક માસની અમાસના દિવસે દિવાળી ઉજવવામાં આવે છે. આ વર્ષે અમાસ 31 ઓક્ટોબર, ગુરુવારે બપોરે 3:12 વાગ્યાથી શરૂ થશે અને 1 નવેમ્બર, શુક્રવારે સાંજે 5:53 વાગ્યા સુધી ચાલશે. દિવાળીના દિવસે સૂર્યાસ્ત પછી દીવા પ્રગટાવવાની અને લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે. જો કે, અમાસ 1 નવેમ્બરના રોજ સાંજે 6 વાગ્યા પહેલા પૂર્ણ થશે. આવી સ્થિતિમાં લક્ષ્મી પૂજન 31 ઓક્ટોબરે કરવામાં આવશે.
બેંકો ક્યારે બંધ રહેશે?
RBIએ દિવાળીની જુદા જુદા રાજ્યોમાં બે દિવસની રજા જાહેર કરી છે. RBIએ ગુરુવાર, 31 ઓક્ટોબર અને શુક્રવાર, 1 નવેમ્બર, 2024ના રોજ રજા આપી છે. અમાસ અને લક્ષ્મી પૂજા માટે ભારતની તમામ બેંકો આ દિવસે બંધ રહેશે.
- 31 ઓક્ટોબર - દિવાળી / કાળી પૂજા / સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતિ / નરક ચતુર્દશી - ત્રિપુરા, ઉત્તરાખંડ, સિક્કિમ, મણિપુર, મહારાષ્ટ્ર, મેઘાલય, જમ્મુ અને કાશ્મીર સિવાય સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે. એટલે કે અમદાવાદમાં 31 ઓક્ટોબરે બેંકોમાં રજા રહેશે.
- 1 નવેમ્બર - દિવાળી અમાસ (લક્ષ્મી પૂજન)/કુટ/કન્નડ રાજ્યોત્સવ - ત્રિપુરા, કર્ણાટક, ઉત્તરાખંડ, સિક્કિમ, મણિપુર, જમ્મુ અને કાશ્મીર, મહારાષ્ટ્ર, મેઘાલયમાં બેંકો બંધ રહેશે.
- 2 નવેમ્બર - બલિપદમી / લક્ષ્મી પૂજા (દિવાળી) / ગોવર્ધન પૂજા / વિક્રમ સંવત નવા વર્ષનો દિવસ - ગુજરાત, કર્ણાટક, ઉત્તરાખંડ, સિક્કિમ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં બેંકો બંધ રહેશે.
- 7 નવેમ્બર – છઠ (સાંજે અર્ઘ્ય) – પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડમાં બેંકો બંધ રહેશે.
- 8 નવેમ્બર – છઠ (સવારે અર્ઘ્ય)/વંગાલા ઉત્સવ – બિહાર, ઝારખંડ અને મેઘાલયમાં બેંકો બંધ રહેશે.
આ પણ વાંચો:
- શેરબજાર આજે ફરી ગગળ્યું: રોકાણકારોએ 8 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા, Sensex 905 પોઈન્ટ તૂટ્યો
- DA અને DRમાં 3 ટકાનો વધારો, શું મોંઘવારી ભથ્થું મૂળ પગારમાં ઉમેરવામાં આવશે?