મુંબઈ : માર્કેટ રેગ્યુલેટર SEBI દ્વારા ઉદ્યોગપતિ અનિલ અંબાણીની રિલાયન્સ હોમ ફાઇનાન્સના ભૂતપૂર્વ મુખ્ય એક્ઝિક્યુટિવ સહિત અન્ય 24 સંસ્થાઓને કંપની પાસેથી નાણાં ડાઇવર્ઝન કરવા બદલ પાંચ વર્ષ માટે સિક્યોરિટી માર્કેટમાં પ્રતિબંધિત કર્યા છે.
અનિલ અંબાણીને 25 કરોડનો દંડ : SEBI દ્વારા અનિલ અંબાણી પર 25 કરોડ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. અનિલ અંબાણીને કોઈપણ લિસ્ટેડ કંપની અથવા કોઈપણ રજિસ્ટર્ડ મધ્યસ્થીમાં ડિરેક્ટર અથવા કી મેનેજરીયલ પર્સનલ (KMP) તરીકે સિક્યોરિટી માર્કેટમાં જોડાવાનો પ્રતિબંધિત છે. ઉપરાંત, નિયમનકારે રિલાયન્સ હોમ ફાઇનાન્સને સિક્યોરિટી માર્કેટમાંથી છ મહિના માટે પ્રતિબંધિત કરીને 6 લાખ રૂપિયાનો દંડ લાદ્યો છે.
શું છે મામલો ?સેબીએ 222 પાનાના અંતિમ આદેશમાં જણાવ્યું હતું કે, અનિલ અંબાણીએ RHFLના મુખ્ય સંચાલકીય કર્મચારીઓની મદદથી RHFL માંથી નાણાં ઉપાડવા માટે એક કપટપૂર્ણ યોજના ઘડી હતી. તેણે તેની સાથે સંકળાયેલી સંસ્થાઓને લોન તરીકે રજૂ કર્યું.
RHFL ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે આવી ધિરાણ પ્રથાઓને રોકવા માટે કડક સૂચના જારી કરી અને કોર્પોરેટ લોનની નિયમિત સમીક્ષા કરી હતી. પરંતુ કંપનીના મેનેજમેન્ટે આ આદેશોની અવગણના કરી હતી. આ દર્શાવે છે કે અનિલ અંબાણીના પ્રભાવ હેઠળ કેટલાક મુખ્ય સંચાલકીય કર્મચારીઓ દ્વારા ચલાવવામાં આવતા વહીવટમાં મોટી નિષ્ફળતા રહી છે.
- હવે 5 લોકો એક સાથે એક જ UPI નો ઉપયોગ કરી શકશે, જાણો કેવી રીતે?
- હિંડનબર્ગના આરોપો પર અદાણી જૂથની પ્રતિક્રિયા, કહ્યું...- adani group