મુંબઈ: અદાણી ગ્રુપે ગૌતમ અદાણી અને કંપનીના અન્ય અધિકારીઓ સામે લાંચ લેવાના આરોપોને નકારી કાઢ્યા છે. જે બાદ આજે સતત બીજા દિવસે અદાણી ગ્રુપના શેરમાં 10 ટકાનો વધારો થયો હતો. અદાણી ગ્રુપે લાંચ લેવાના આરોપો અંગે સ્પષ્ટતા જાહેર કરી છે.
ગુરુવારે સવારે ટ્રેડિંગ દરમિયાન અદાણી એનર્જી સોલ્યુશન્સના શેરના ભાવમાં 10 ટકા સુધીનો વધારો થયો હતો. જોકે, અદાણી ગ્રીન એનર્જી, અદાણી ટોટલ ગેસ લિમિટેડના શેરના ભાવ લગભગ સમાન સ્તરે વધી ગયા હતા. અદાણી પાવરના શેરના ભાવમાં 9 ટકા સુધીનો વધારો થયો છે