નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે બુલડોઝર વડે આરોપી વ્યક્તિની સંપત્તિને તોડી પાડવાની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. આ સાથે કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે તેના આદેશનો અર્થ એવો નથી કે તેણે ગેરકાયદે બાંધકામ અને અતિક્રમણ કરનારાઓને સુરક્ષા આપી છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે અમે સ્પષ્ટ કરીએ છીએ કે આ પ્રકારની કાર્યવાહીને લઈને કોર્ટ દ્વારા જે પણ માર્ગદર્શિકા આપવામાં આવી છે, તે કોઈપણ સાર્વજનિક સ્થળે કરવામાં આવેલા અનધિકૃત બાંધકામ પર લાગુ થશે નહીં.
બુલડોઝરની કાર્યવાહી ક્યાં થશે?
જસ્ટિસ બીઆર ગવઈ અને કેવી વિશ્વનાથનની બેન્ચે વધુમાં જણાવ્યું હતું કે વહીવટીતંત્ર મિલકતના તે જ ભાગને તોડી શકે છે જેમાં અનધિકૃત બાંધકામ હોય. સુપ્રીમ કોર્ટના જણાવ્યા અનુસાર, વહીવટીતંત્ર રસ્તાઓ, શેરીઓ, ફૂટપાથ, રેલ્વે લાઇન અથવા નદીઓની આસપાસ અતિક્રમણ અને ગેરકાયદેસર બાંધકામ સામે યોગ્ય કાર્યવાહી કરી શકે છે.
આ સિવાય જે કેસમાં કોર્ટે બાંધકામ તોડી પાડવાનો આદેશ આપ્યો હોય તેવા કેસોમાં પણ આ નિર્ણય લાગુ પડશે નહીં.
મિલકત તોડી પાડવા પહેલાં નોટિસ આપવાની રહેશે
સુપ્રીમ કોર્ટે કહ્યું કે મિલકત તોડતા પહેલા ઘરના રહેવાસીઓને નોટિસ આપવામાં આવે, જેથી તેઓ નિર્ણયને પડકારી શકે અથવા જગ્યા ખાલી કરી શકે. સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે વહીવટીતંત્ર કારણ બતાવો નોટિસ વિના ડિમોલિશન કરી શકે નહીં.
15 દિવસનો સમય આપવો જોઈએ
સુપ્રીમ કોર્ટે તેની માર્ગદર્શિકામાં કહ્યું કે મિલકત માલિકને નોટિસ આપવામાં આવશે અને તેને મિલકતની બહાર ચોંટાડી દેવામાં આવશે. નોટિસ મળ્યા પછી, માલિકે 15 દિવસની અંદર જગ્યા ખાલી કરવી પડશે અથવા તે નિર્ણયને પડકારી શકે છે.
સરકારી અધિકારીઓને જવાબદાર બનાવ્યા
કોર્ટે બુલડોઝરની કાર્યવાહી અંગે અધિકારીઓની જવાબદારી પર પણ ભાર મૂક્યો હતો. કોર્ટે કહ્યું, "અમારું માનવું છે કે આવા મામલાઓમાં કાયદો પોતાના હાથમાં લેનારા સરકારી અધિકારીઓને પણ જવાબદાર બનાવવો જોઈએ." કોર્ટનું માનવું છે કે આ સંબંધમાં કેટલીક સૂચનાઓ ઘડવાની જરૂર છે, જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે સરકારી અધિકારીઓ આ રીતે વર્તે નહીં.
- મને હટાવવા માટે ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને 50-50 કરોડ રૂપિયાની ઓફર કરી હતી: સિદ્ધારમૈયાનો દાવો
- બાળ દિવસ 2024: જવાહરલાલ નેહરુની જન્મ જયંતિ, એવુું તો શું થયું કે તેઓ ચાચા કહેવાયા?