ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પતિને કિડની વેચવા કર્યો મજબૂર, પછી 10 લાખ લઈ મહિલા પ્રેમી સાથે ભાગી... - WOMAN ELOPES WITH MONEY

પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લામાં એક ચકચારી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક પત્નીએ પતિની કિડની વેચાવી, તેના પૈસા લઈ પ્રેમી સાથે ભાગી હોવાની ફરિયાદ નોંધાઈ છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર (ETV Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Feb 3, 2025, 7:06 AM IST

કોલકાતા :પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લામાં પતિ-પત્નીના સંબંધોને બરબાદ કરી દેતી એક ઘટના પ્રકાશમાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અહીં એક મહિલાએ કથિત રીતે તેની પુત્રીના શિક્ષણ માટે પૈસા એકઠા કરવાના બહાને તેના પહેલા પતિને તેની કિડની વેચવા દબાણ કર્યું હતું. પતિએ પોતાની કિડની 10 લાખ રૂપિયામાં વેચી દીધી. બાદમાં મહિલા તેના પ્રેમી સાથે બધા પૈસા લઈને ભાગી ગઈ.

પત્ની માટે પતિએ કિડની વેંચી :પોલીસ અધિકારીઓએ રવિવારે જણાવ્યું કે પીડિત પરિવારની ફરિયાદના આધારે કેસની તપાસ શરૂ કરવામાં આવી છે. પરિવારે ફરિયાદમાં જણાવ્યું છે કે છેલ્લા એક વર્ષથી, મહિલા તેના પતિ પર તેની કિડની વેચવાનું દબાણ કરી રહી હતી, જેથી તેઓ પોતાનું ઘર સારી રીતે ચલાવી શકે અને તેમની 12 વર્ષની પુત્રીને સારી શાળામાં દાખલ કરાવી શકે.

10 લાખમાં થયો કિડનીનો સોદો :ફરિયાદ મુજબ પત્નીએ કિડની માટે ખરીદનાર સાથે 10 લાખ રૂપિયામાં સોદો કર્યો હતો. પત્ની પર વિશ્વાસ રાખીને પતિએ પોતાની કિડનીનું દાન કરવા માટે સર્જરી કરાવવા સંમતિ આપી. ગયા મહિને સર્જરી કરાવી અને પતિ પૈસા ઘરે લાવ્યો. આ દરમિયાન તેમની પત્નીએ તેમને ઝડપથી સ્વસ્થ થવા માટે આરામ કરવા અને બહાર ન જવા કહ્યું.

પૈસા લઈ પ્રેમી સાથે ભાગી પત્ની :પીડિત પતિએ કહ્યું, "એક દિવસ તે ઘરેથી નીકળી ગઈ અને પાછી ન આવી. પછી મને ખબર પડી કે કબાટમાંથી 10 લાખ રૂપિયા રોકડા અને બીજી કેટલીક વસ્તુ ગાયબ હતી." પતિએ કહ્યું કે તેના પરિવારે પરિચિતોની મદદથી કોલકાતાના ઉત્તરીય ઉપનગર બેરકપોરમાં તેની પત્નીને શોધી કાઢી. તે અહીં ઘરમાં એક માણસ સાથે રહેતી હતી, જેની સાથે તે કથિત રીતે ભાગી ગઈ હતી.

પકડાઈ જતા પત્નીએ કહ્યું આવું...

ફરિયાદ મુજબ આરોપી મહિલા તે પુરુષને ફેસબુક પર મળી હતી. બાદમાં છેલ્લા એક વર્ષથી તે પુરુષ સાથે પ્રેમ સંબંધમાં હતી. જોકે, જ્યારે પીડિત પતિ તેની માતા અને પુત્રી સાથે બેરકપુર સ્થિત તેના ઘરે પહોંચ્યા ત્યારે તેણે બહાર આવવાની ના પાડી દીધી. સાથે જ મહિલાના કથિત પ્રેમીએ ઇનકાર કર્યો કે તેણીએ તેના સાસરિયાના ઘરેથી કોઈ રોકડ લીધી છે. આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાયા બાદ અહીં, પોલીસનું કહેવું છે કે કોઈપણ કાર્યવાહી કરતા પહેલા, મહિલા અને તેના કથિત પ્રેમીની પૂછપરછ કરવામાં આવશે.

  1. સુરતઃ પ્રેમિકાની ઈચ્છા પ્રેમી માટે જેલના દરવાજા ખોલી ગઈ, યુવકે કર્યું કારસ્તાન
  2. મને કહ્યા વગર મજૂરીએ કેમ ગઇ ! ડભોઇમાં પ્રેમી પર પ્રેમિકાની હત્યાનો આરોપ

ABOUT THE AUTHOR

...view details