ગુજરાત

gujarat

ETV Bharat / bharat

'આ મારો છેલ્લો પ્રયાસ છે': મમતા વિરોધ કરી રહેલા તબીબોને મળ્યા, કામ પર પાછા ફરવા કરી વિનંતી - Mamata Meets Protesting Doctors

સ્વાસ્થ્ય ભવનની બહાર જુનિયર ડોક્ટર્સની હડતાળના જવાબમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ડોક્ટર્સની માંગણીઓ સાંભળવા માટે વિરોધ સ્થળની મુલાકાત લીધી હતી. અહી પહોંચી મમતા બેનર્જીએ તેમને ખાતરી આપી કે સરકાર તેમની ચિંતાઓને દૂર કરશે અને તેમની સ્થિતિ સુધારવા માટે જરૂરી પગલાં લેશે. જાણો. Mamata Meets Protesting Doctors

'આ મારો છેલ્લો પ્રયાસ છે': પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી
'આ મારો છેલ્લો પ્રયાસ છે': પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 14, 2024, 4:29 PM IST

કોલકાતા:પશ્ચિમ બંગાળના મુખ્ય મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શનિવારે એ સ્થળની ઓચિંતી મુલાકાત લીધી જ્યાં જુનિયર ડોક્ટર્સ વિરોધ કરી રહ્યા હતા અને વિરોધ વચ્ચે તેમણે ડોક્ટર્સને ખાતરી આપી હતી કે, તેઓ તેમની માંગણીઓ પર ધ્યાન આપશે અને જે કોઈ દોષિત હશે તો પગલાં પણ લેશે.

તમને જણાવી દઈએ કે, 'અમને ન્યાય જોઈએ છે' ના નારાઓ વચ્ચે સોલ્ટ લેક સ્થિત હેલ્થ બિલ્ડિંગની બહાર વિરોધ કરી રહેલા ડોક્ટર્સને સંબોધતા મમતા બેનર્જીએ કહ્યું કે, 'તેઓ નિંદ્રાહીન રાતો વિતાવી રહ્યા છે કારણ કે તબીબો વરસાદ વચ્ચે રસ્તા પર આંદોલન કરી રહ્યા છે.'

તેમણે વધુમાં સંબોધતા કહ્યું કે, "હું તમને મુખ્યમંત્રી તરીકે નહીં, પરંતુ તમારી 'દીદી' તરીકે મળવા આવી છું." "હું તમને ખાતરી આપું છું કે હું તમારી માંગણીઓનો અભ્યાસ કરીશ અને જો કોઈ દોષિત સાબિત થશે તો પગલાં લઈશ," મુખ્યમંત્રીએ વિરોધ કરી રહેલા તબીબોને કામ પર પાછા ફરવા વિનંતી કરી. ઉપરાંત જાહેરાત કરતાં જણાવ્યું કે, તમામ સરકારી હોસ્પિટલોની દર્દી કલ્યાણ સમિતિઓને તાત્કાલિક અસરથી વિખેરી નાખવામાં આવી છે.

બેનર્જીએ કહ્યું કે, કટોકટીનો ઉકેલ લાવવાનો આ મારો છેલ્લો પ્રયાસ છે. મુખ્યમંત્રીના સ્થળ છોડી ગયા પછી આંદોલનકારી તબીબોએ કહ્યું કે, જ્યાં સુધી ચર્ચા ન થાય ત્યાં સુધી તેઓ તેમની માંગણીઓ સાથે સમાધાન કરવા તૈયાર નથી.

તમને જણાવી દઈએ કે, મંગળવારથી તબીબો રાજ્યના આરોગ્ય વિભાગના મુખ્ય મથક સ્વાસ્થ્ય ભવનની બહાર પડાવ નાખી રહ્યા છે. તેમની માંગણી છે કે, સરકારી હોસ્પિટલોમાં બહેતર સુરક્ષા અને આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં ટોચના અધિકારીઓને તેમના સ્થાનેથી હટાવવાની છે. (સમાચાર એજન્સી દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર)

આ પણ વાંચો:

  1. DRIની ડ્રગ ડીલર્સ પર કાર્યવાહી, જયપુરથી 20,000 પ્રતિબંધિત દવાઓ જપ્ત - DRI Seized Banned tablets
  2. એક્ટ્રેસ કાદમ્બરી જેઠવાણીએ 3 IPS અધિકારીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી - actress Kadambari filed a complaint

ABOUT THE AUTHOR

...view details