MPના લાતેરીમાં ભયાનક અકસ્માત (ETV Bharat) વિદિશાઃ મધ્યપ્રદેશના વિદિશામાં એક કરૂણ અકસ્માત સર્જાયો છે. શુક્રવારે મોડી રાત્રે લાતેરીના સિરોંજ નેશનલ હાઇવે પર અજાણ્યા વાહને કારને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા 4 લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જાણવા મળી રહ્યું છે કે કારમાં સવાર તમામ લોકો રાજસ્થાનના ઝાલાવાડના રહેવાસી છે. તેઓ બાગેશ્વર ધામના દર્શનાર્થે આવ્યા હતા. ત્યાંથી તેઓ રાજસ્થાન પરત ફરતી વખતે અજાણ્યા વાહને તેમની કારને ટક્કર મારી હતી. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલ્યા હતા.
કારના ભુક્કા બોલાય ગયા:મળતી માહિતી મુજબ, આ ઘટના વિદિશા જિલ્લાના લાતેરીમાં પેટ્રોલ પંપ પાસે બની હતી. રાજસ્થાનના ઝાલાવાડમાં રહેતા શ્રધ્ધાળુઓ બાગેશ્વર ધામના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. તેમની કાર સિરોંજથી આવી રહી હતી. ત્યારે સામેથી પુરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહને કારને ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે કારના ભુક્કા બાલી ગયા હતા. ઇજાગ્રસ્તો અને મૃતદેહોને કારમાંથી બહાર કાઢવા માટે પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
અકસ્માત સીસીટીવીમાં કેદ:એસડીઓપી અજય કુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે, "ઝાલાવાડના 10 શ્રદ્ધાળુઓ કારમાં મુસાફરી કરી રહ્યા હતા, જેમાં 3 પુરૂષો અને 7 મહિલાઓ હતી." તેઓ દર્શન કરીને રાજસ્થાનના ઝાલાવાડમાં પરત ફરી રહ્યા હતા. ત્યારે લાતેરીમાં પેટ્રોલ પંપ પાસે એક વાહને કારને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. છ લોકો ઘાયલ થયા છે અને તેઓ લાતેરીની સરકારી રાજીવ ગાંધી હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે. અમને શનિવારે સવારે 4:10 વાગ્યે કોલ પર અકસ્માતની માહિતી મળી હતી. જે બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોહન યાદવે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો: મુખ્યમંત્રી મોહન યાદવે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર ટ્વીટ કરતા તેમણે લખ્યું કે, "વિદિશા જિલ્લાના લાતેરી બ્લોકમાં બાગેશ્વર ધામથી પરત ફરતી વખતે એક માર્ગ અકસ્માતમાં રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના રહેવાસી 4 લોકોના મોતના દુઃખદ સમાચાર મળ્યા છે. જિલ્લા વહીવટીતંત્રને ગંભીર રીતે ઘાયલોની યોગ્ય સારવાર માટે નિર્દેશ આપવામાં આવ્યો છે. હું બાબા મહાકાલને પ્રાર્થના કરું છું કે તેઓ દિવંગત આત્માઓને તેમના ચરણોમાં સ્થાન આપે અને ઘાયલો ઝડપથી સાજા થાય. સંકટની આ ઘડીમાં મધ્યપ્રદેશ સરકાર મૃતકોના પરિવારજનો સાથે ઉભી છે. પાત્રતા મુજબ પરિવારને રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવશે.
- સુલતાનપુર એન્કાઉન્ટર મામલે મેજિસ્ટ્રેટ તપાસના આદેશ, 15 દિવસમાં રિપોર્ટ કરવો પડશે રજૂ - SULTANPUR MANGESH YADAV ENCOUNTER
- 16 વર્ષના કિશોરે પાડોશમાં રહેતી 6 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજાર્યો, માસૂમ બાળકીના હાથ અને મોં કલાકો સુધી બાંધીને રાખ્યા - rape 6 year old girl