ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પાકિસ્તાની એજન્ટના સંપર્કની શંકા ATSએ યુવકને દબોચ્યો, પરિવારે કહ્યું પોલીસને કંઈક ગેરસમજ થઈ - UP ATS YOUTH ARRESTED - UP ATS YOUTH ARRESTED

ઉત્તરપ્રદેશ એટીએસે ગુરુવારે સાંજે ગોરખપુરમાંથી એક યુવકને ઝડપી લીધો હતો. સ્થાનિક પોલીસ સ્ટેશનમાં તેની અનેક કલાકો સુધી પૂછપરછ કર્યા બાદ ટીમ તેની સાથે લખનૌ જવા રવાના થઈ ગઈ હતી. યુવક ગેરસમજના કારણે પકડાયો હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે. ATS arrested youngman from Gorakhpur

એટીએસે પિપરાઇચથી ઉઠાવ્યો યુવક, પાકિસ્તાની એજન્ટના સંપર્કની શંકા અને રુપિયાની હેરફેર કારણભૂત
એટીએસે પિપરાઇચથી ઉઠાવ્યો યુવક, પાકિસ્તાની એજન્ટના સંપર્કની શંકા અને રુપિયાની હેરફેર કારણભૂત (ETV Bharat)

By ETV Bharat Gujarati Team

Published : May 17, 2024, 11:27 AM IST

ગોરખપુર : ગુરુવારે સાંજે ઉત્તરપ્રદેશ એટીએસે જિલ્લાના પિપરાઇચ વિસ્તારમાંથી એક યુવકને પાકિસ્તાની કનેક્શન હોવાની શંકાના આધારે ઝડપી લીધો હતો. સ્થાનિક પોલીસ સ્ટેશનમાં 4 કલાક સુધી પૂછપરછ કર્યા બાદ ટીમ યુવકને પોતાની સાથે લઈને લખનૌ ગઈ હતી. પકડાયેલો યુવક નેવીમાં નોકરી કરે છે. તેના ખાતા દ્વારા પાકિસ્તાની એજન્ટો સાથે વ્યવહારો થયા છે. યુવક ગોવામાં નોકરી કરે છે. તે ચાર મહિના પહેલા જ ગામમાં આવ્યો હતો. તેમનું ખેતર ફોર લેનની કામગીરીમાં આવી ગયું છે. તે આ માટે વળતર મેળવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન ATS એ તેને ગામમાંથી ઉઠાવી લીધો હતો.

4 કલાક સુધી પૂછપરછ : ગુરુવારે સાંજે ઘેર પહોંચી ટીમ પકડાયેલા યુવકની ઉંમર 25 વર્ષ હોવાનું કહેવાય છે. છેલ્લા ચાર મહિનાથી તે પોતાના ઘરે હતો. ગુરુવારે સાંજે લગભગ 5 વાગ્યે ATSની ટીમ પિપરાઇચ પોલીસ સ્ટેશન પહોંચી ગઇ હતી. આ પછી તે સંબંધિત યુવકના ગામ પહોંચી ગઇ અને યુવકને ત્યાંથી ઘરેથી ઉપાડ્યો. તપાસ ટીમે પરિવારને કહ્યું કે સાયબર ફ્રોડના કેસમાં યુવકની પૂછપરછ કરવાની છે અને થોડા સમય પછી તેઓ નીકળી જશે. આ પછી, તેને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો અને લગભગ 4 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી.

યુવક પાકિસ્તાની એજન્ટના સંપર્કમાં હોવાની શંકા : જણાવવામાં આવી રહ્યું છે કે યુવક પાકિસ્તાની એજન્ટના સંપર્કમાં હતો. તેના બેંક ખાતામાં પૈસાની લેવડદેવડ થતી હતી.એટીએસની ટીમે પરિવારના સભ્યોના મોબાઈલ નંબર પણ લીધા છે. જ્યારે યુવકને ઉપાડવામાં આવ્યો ત્યારે પરિવાર અને સંબંધીઓ પિપરાઇચ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતાં. પૂછપરછ દરમિયાન યુવક પર એટીએસની શંકા વધુ ઘેરી બની હતી. આ પછી એટીએસ તેને પોતાની સાથે લઈને લખનઉ ગઈ હતી.

સ્થાનિક ગુપ્તચર એજન્સીએ પણ તપાસ શરૂ કરી : યુવકના પિતાનું લગભગ 15 વર્ષ પહેલા અવસાન થયું હતું. પરિવારજનોનું કહેવું છે કે યુવકને ગેરસમજમાં ઉઠાવી લેવામાં આવ્યો છે. આ પહેલા પણ એટીએસ ગોરખપુરમાં એક યુવકની ધરપકડ કરી હતી. ગયા વર્ષે ગોરખપુરનો તારિક ISKP નેટવર્કનો પર્દાફાશ કર્યા બાદ પકડાયો હતો. પિપરાઇચમાં યુવક ઝડપાયા બાદ સ્થાનિક ગુપ્તચર એજન્સીએ પણ તપાસ શરૂ કરી છે.

દેશવિરોધી કૃત્યોનો સિલસિલો : નેપાળ અને બિહારને અડતો સરહદી જિલ્લો હોવાના કારણે ગોરખપુર પર આતંકી સંગઠનોની નજરમાં રહે છે. છેલ્લા એક દાયકામાં અહીં દેશવિરોધી ગતિવિધિઓમાં સંડોવાયેલા 12થી વધુ લોકો પકડાયા છે. 2020માં, એક આઈએસઆઈ એજન્ટ પણ ATS દ્વારા અહીં પકડાયો હતો. તેના સંબંધીઓ પાકિસ્તાનમાં હતાં. તેણે આ જગ્યાની ઘણી તસવીરો આઈએસઆઈ એજન્ટને મોકલી હતી.

  1. UP ATS Arrested ISI Agent: યુપી ATSએ ISI એજન્ટને દબોચ્યો. રશિયાના દૂતાવાસથી પાકિસ્તાનને મોકલતો હતો ગુપ્ત માહિતીઓ
  2. Maharashtra News: યુપી એટીએસ દ્વારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સંદર્ભે રચાતા ષડયંત્રનો પર્દાફાશ કરાયો

ABOUT THE AUTHOR

...view details