ઉન્નાવ:ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં બુધવારે સવારે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો.દૂધના ટેન્કરને ડબલ ડેકર બસ અથડાઈ. આ દુર્ઘટનામાં 18 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. અકસ્માતની માહિતી મળતા ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. માહિતી મળતા પોલીસ પણ પહોંચી ગઈ છે.
મળતી માહિતી મુજબ, આ અકસ્માત લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર થયો હતો. એક હાઈસ્પીડ ડબલ ડેકર બસ પાછળથી દૂધના ટેન્કર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 18ના મોત અને 30 ઘાયલ થયાના અહેવાલ છે. અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અનેક ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા છે. ગ્રામજનોની મદદથી પોલીસે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, બસ બિહારના સીતામઢીથી દિલ્હી જઈ રહી હતી. આ દુર્ઘટના બેહતા મુજાવર પોલીસ સ્ટેશન વિસ્તારના ગડા ગામની સામે આગરા એક્સપ્રેસ વે પર બની હતી.