નવી દિલ્હી :દેશના રાષ્ટ્રપતિની યાત્રા માટે રેલવે વિભાગે ખાસ સલૂન તૈયાર કર્યું હતું. પ્રેસિડેન્ટ સ્પેશિયલ નામની આ ટ્રેનમાં બે ડબ્બા હતા. તેને રાષ્ટ્રપતિ સલૂન અને ટ્વિન કાર નામ આપવામાં આવ્યું હતું, પરંતુ હવે આ ટ્રેનને દિલ્હીના નેશનલ રેલ મ્યુઝિયમમાં ઈતિહાસ તરીકે સાચવીને મૂકવામાં આવી છે. આ પ્રેસિડેન્શિયલ સલૂન 1956માં બનાવવામાં આવ્યું હતું.
પ્રેસિડેન્સિયલ સ્પેશિયલ ટ્રેન :સલૂનના 1 કોચમાં રાષ્ટ્રપતિ મુસાફરી કરતા અને તેમનો સ્ટાફ બીજા કોચમાં મુસાફરી કરતો હતો. આ ટ્રેનમાં સૌપ્રથમ રાજેન્દ્ર પ્રસાદ અને છેલ્લીવાર ડો. એપીજે અબ્દુલ કલામે મુસાફરી કરી હતી. ભારત આવેલા અન્ય દેશોના વડા અને રાષ્ટ્રપતિઓએ પણ આ ટ્રેનમાં મુસાફરી કરી છે. હવે રેલવે આ રીતે રાષ્ટ્રપતિ માટે અલગ કોચ નહીં બનાવે. ચાર લક્ઝરી ટ્રેન નક્કી કરવામાં આવી છે, જેમાં રાષ્ટ્રપતિ સંપૂર્ણ પ્રોટોકોલ સાથે યાત્રા કરશે.
આવી હતી રાષ્ટ્રપતિની ખાસ ટ્રેન :રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર વર્ષ 1956માં મુંબઈના માટુંગા વર્કશોપમાં સાગના લાકડામાંથી રાષ્ટ્રપતિ માટે એક ખાસ AC સલૂન બનાવવામાં આવ્યું હતું. એક કોચ રાષ્ટ્રપતિ માટે અને બીજો કોચ તેમના સ્ટાફ માટે હતો. તેમાં બે કોચ હોવાથી તેનું નામ ટ્વીન કાર રાખવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિના કોચનો નંબર 9000 અને સ્ટાફ કોચનો નંબર 9001 છે. તેમાં સ્થિત રસોડામાં 14.5 કિલો ચાંદીના વાસણો હતા, જેમાં રાષ્ટ્રપતિ ભોજન લેતા હતા. રાષ્ટ્રપતિ માટે બેડરૂમ, ડ્રોઈંગ હોલ, મીટીંગ રૂમ વગેરેની વ્યવસ્થા હતી.
ડો. અબ્દુલ કલામે કરી છેલ્લી યાત્રા (ETV Bharat Desk) પ્રેસિડેન્સિયલ સ્પેશિયલ ટ્રેનની ખાસ સુરક્ષા :રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર સુરક્ષાના કારણોસર રાષ્ટ્રપતિની ટ્રેન પહેલા ગુડ્સ ટ્રેન દોડાવવામાં આવી હતી. આ પછી પાયલોટ દ્વારા એન્જિન અને પાછળ DRM નું ઇન્સ્પેક્શન એન્જિન તે ટ્રેક પર ચાલતું હતું. તેના પછી રાષ્ટ્રપતિના સલૂન સાથે એન્જિન ચાલતું હતું. ટ્રેકમાં કોઈ ખામીને કારણે રાષ્ટ્રપતિ ટ્રેન સાથે કોઈ અકસ્માત ન થાય તેના માટે આવું કરવામાં આવતું. રાષ્ટ્રપતિ ટ્રેનનું સલૂન 90 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડાવવામાં આવ્યું હતું.
પ્રેસિડેન્સિયલ ટ્રેન બંધ કરવાનું કારણ શું ?મળતી માહિતી મુજબ રાષ્ટ્રપતિ સલૂન (ટ્વીન કાર) માટે નવી દિલ્હી રેલવે સ્ટેશન પાસે એક અલગ શેડ બનાવવામાં આવ્યો હતો. અહીં રાષ્ટ્રપતિનું સલૂનનું નિયમિત મેન્ટેનન્સ કરવામાં આવતું હતું. ઘણા સ્ટાફ તૈનાત હતા, પરંતુ આ સલૂનનો ઉપયોગ ઘણા વર્ષે કરવામાં આવતો હતો. જેના કારણે લાખો રૂપિયાનો બિનજરૂરી ખર્ચ થયો હતો. રાષ્ટ્રપતિ તરફથી આદેશ આપવામાં આવ્યો કે તેમને ખાસ સલૂન નથી જોઈતું. આથી દિલ્હીના નેશનલ રેલ મ્યુઝિયમમાં રાષ્ટ્રપતિ સલૂનને સાચવવામાં આવ્યું છે.
આવી હતી રાષ્ટ્રપતિની ખાસ ટ્રેન (ETV Bharat Desk) ડો. અબ્દુલ કલામે કરી છેલ્લી યાત્રા :નેશનલ રેલ મ્યુઝિયમના ડાયરેક્ટર દિનેશકુમાર ગોયલના જણાવ્યા અનુસાર દેશના પહેલા રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદે 11 જાન્યુઆરી, 1957 ના રોજ આ પ્રેસિડેન્શિયલ ટ્વીન કારમાં મુસાફરી કરી હતી. છેલ્લે પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામે આ ટ્રેનમાં ત્રણ વખત મુસાફરી કરી હતી. આ ઉપરાંત ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન, ઝાકીર હુસૈન, ડો. વીવી ગિરી, ડો. એન સંજીવ રેડ્ડીએ પણ આ પ્રેસિડેન્શિયલ સલૂનમાં મુસાફરી કરી હતી. આ સિવાય જર્મનીના ચાન્સેલર, ગોહાનાના રાષ્ટ્રપતિ, બહેરીનના હેડ ઓફ ધ સ્ટેટ અને સ્વીડનના વડાપ્રધાને તેમાં પ્રવાસ કર્યો છે.
હવે રાષ્ટ્રપતિ કઈ ટ્રેનમાં પ્રવાસ કરશે ?રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર ડો. એપીજે અબ્દુલ કલામે સ્પેશિયલ ટ્રેનમાં મુસાફરી કર્યાના 15 વર્ષ બાદ 2021માં તત્કાલિન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્રેનમાં મુસાફરી કરી હતી. તેઓ દિલ્હીથી કાનપુર સ્થિત તેમના પૈતૃક ઘરે ગયા હતા. તેમણે રોયલ ઓરિએન્ટ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી હતી. હવે રાષ્ટ્રપતિ માટે કોઈ સ્પેશિયલ ટ્રેન નથી. ટ્વીન કાર છેલ્લી પ્રેસિડેન્ટ સ્પેશિયલ ટ્રેન હતી. હવે રાષ્ટ્રપતિ રોયલ ઓરિએન્ટ એક્સપ્રેસ, ડેક્કન ઓડિસી, મહારાજા એક્સપ્રેસ અને પેલેસ ઓન વ્હીલ્સ ટ્રેનમાં મુસાફરી કરશે.
- આજે ડૉ. એપીજે અબ્દુલ કલામની જન્મજયંતિ, જાણો શા માટે ઉજવવામાં આવે છે 'વિશ્વ વિદ્યાર્થી દિવસ' તરીકે
- રામલલાના દર્શને ટ્રેનથી જવા આયોજન કરી લેજો, કેન્દ્ર સરકાર માર્ચ સુધી આસ્થા સ્પેશિયલ ટ્રેન દોડાવશે