નવી દિલ્લી: સુપ્રિમ કોર્ટે બુધવારના રોજ નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT) ના એ આદેશને રદ કરી દિધો છે. જેમાં સંકટમાં ફસાયેલી એડ ટેક ફર્મ બાયજૂ વિરુધ્ધ નાદારીની કાર્યવાહી રોકી દેવામાં આવી છે.
ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની ત્રણ ન્યાયાધીશોની બેન્ચે બાયજુને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) સાથે રૂ. 158.9 કરોડની લેણી રકમની પતાવટ કરવાની મંજૂરી આપતા NCLAT આદેશને પણ ઉથલાવી દીધો હતો.
જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બનેલી બેંચે BCCIને 158.9 કરોડ રૂપિયાની સેટલમેન્ટ રકમ લેણદારોની કમિટી પાસે જમા કરાવવાનો નિર્દેશ આપ્યો હતો.
સુપ્રિમ કોર્ટે કહ્યું કે, અલગ એસ્ક્રો ખાતામાં રાખવામાં આવેલી 158 કરોડની રકમ લેણદારોની સમિતિના એસ્ક્રો ખાતામાં જમા કરવામાં આવશે અને તેની જાળવણી ધિરાણકર્તાઓ દ્વારા કરવામાં આવશે. સુપ્રિમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે NCLAT ના નિયમ 11નો આશરો લેવો યોગ્ય નથી અને કાનૂની પ્રક્રિયાને દબાવવા માટે આંતરિક શક્તિઓનો ઉપયોગ કરી શકાતો નથી.