ગુજરાત

gujarat

ETV Bharat / bharat

NEET UG 2024ની પરીક્ષાના વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં આપેલ અરજીઓ પર આજે સુનાવણી - SC NEET UG 2024 row

NEET પરીક્ષા 2024 રદ કરવાના મુદ્દે આજે ફરી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. NEET પરીક્ષા અંગે ફરિયાદો નોંધાઈ હતી જેમાં પરીક્ષા દરમિયાન પેપર લીક, ગ્રેસ માર્ક્સ આપવામાં અનિયમિતતા સાથે હેરાફેરીના આક્ષેપો સામે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. આ કેસ સાથે 24 લાખ વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોડાયેલું છે. SC NEET UG 2024 row

NEET UG 2024ની પરીક્ષાના વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં આપેલ અરજીઓ પર આજે સુનાવણી
NEET UG 2024ની પરીક્ષાના વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં આપેલ અરજીઓ પર આજે સુનાવણી (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jul 8, 2024, 12:39 PM IST

નવી દિલ્હી: NEET UG 2024ની પરીક્ષા રદ કરવા સાથે અન્ય માંગણીઓ અંગે આજે સુપ્રીમ કોર્ટમાં ફરી સુનાવણી થવાની છે. આ કેસની સુનાવણી ચીફ જસ્ટિસ ચંદ્રચુડ સિંહની બેંચ સમક્ષ થશે. આ મામલો લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલો છે. મળતી માહિતી મુજબ જાણવા મળે છે કે, ચીફ જસ્ટિસ અને અન્ય બે જજ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બનેલી બેંચ દ્વારા આ મામલે આગળ સુનાવણી થશે. તમને જણાવી દઈએ કે NEET UGની પરીક્ષામાં વ્યાપક ગેરરીતિના આરોપો લાગ્યા છે.

NEET-UG 2024 સંબંધિત અરજીઓ:સુપ્રીમ કોર્ટ આજ રોજ મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG 2024 સંબંધિત અરજીઓ પર સુનાવણી કરશે. આ અરજીઓમાં 5 મેના રોજ લેવાયેલી પરીક્ષામાં ગેરરીતિ અપનાવી છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે આથી આ પરીક્ષા ફરી લેવા માટે કોર્ટના નિર્દેશોની માંગણીનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે, આ પરીક્ષા સમગ્ર ભારતમાં સરકારી અને ખાનગી સંસ્થાઓમાં એમબીબીએસ, બીડીએસ, આયુષ અને અન્ય તબીબી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની રાષ્ટ્રવ્યાપી પરીક્ષા છે.

વિદ્યાર્થીઓમાં આક્રોશ ફેલાયો: પરીક્ષા દરમિયાન પેપર લીક ઉપરાંત ગ્રેસ માર્ક્સ આપવામાં અનિયમિતતા સાથે હેરાફેરીના આક્ષેપો લગાવવામાં આવ્યા છે જેતે લઈને સમગ્ર ભારતમાં મેડિકલ વિદ્યાર્થીઓમાં આક્રોશ ફેલાયો છે. અભૂતપૂર્વ 67 વિદ્યાર્થીઓએ શરૂઆતમાં પરફેક્ટ 720 માર્ક્સ મેળવ્યા હતા, જે હરિયાણાના એક જ કેન્દ્રમાંથી છ ટોપ સ્કોરર હોવાના કારણે ગેરરીતિ હોવાની શંકા હતી. અને તેમ પણ પરિણામ નિર્ધારિત તારીખના 10 દિવસ પહેલા 4 જૂને જાહેર કરવામાં આવ્યું હતું.

પરિણામોને રદ કરવા તે તાર્કિક રહેશે નહીં: સરકાર અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) પરીક્ષા રદ કરાવ માટેની દલીલ કરી છે. જેમાં તેઓએ મોટા પાયે ગોપનીયતાના ઉલ્લંઘનના પુરાવાના અભાવ તેમજ હજારો પ્રમાણિક ઉમેદવારો પર સંભવિત નકારાત્મક અસરને ટાંકીને આ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. જેના જવાબ રૂપે કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ કોર્ટને આપેલા તેમના સોગંદનામામાં કહ્યું છે કે, ગોપનીયતાના કોઈપણ મોટા પાયે ઉલ્લંઘનના પુરાવાના અભાવમાં જાહેર કરાયેલા પરિણામોને રદ કરવા તે તાર્કિક રહેશે નહીં.

ઉચ્ચ સ્તરીય નિષ્ણાત કમિટીની રચના કરી:11 જૂનના રોજ, સમાન અરજી પર વિચારણા કરતી વખતે, સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, પરીક્ષાઓની પવિત્રતા પ્રભાવિત થઈ છે અને અમને જવાબોની જરૂર છે. જસ્ટિસ અમાનુલ્લાએ એનટીએના વકીલને કહ્યું છે કે, 'સંપૂર્ણતા પ્રભાવિત થઈ છે, તેથી અમે જવાબો જોઈએ છે. અરજીઓમાં પરીક્ષાને રદ કરવા, પુનઃપરીક્ષા અને પરીક્ષા અંગે ઉભા થયેલા મુદ્દાઓની કોર્ટ દ્વારા દેખરેખ હેઠળની તપાસની માંગ કરવામાં આવી છે. આ પરીક્ષા 571 શહેરોમાં 4,750 કેન્દ્રો પર 23 લાખથી વધુ ઉમેદવારોએ આપી હતી. આ દરમિયાન સીબીઆઈએ વિવિધ રાજ્યોમાં પરીક્ષા અંગે નોંધાયેલા આરોપો અને કેસોની તપાસ શરૂ કરી છે. NTA દ્વારા પારદર્શક, સરળ અને નિષ્પક્ષ પરીક્ષાઓ સુનિશ્ચિત કરવાનાં પગલાં સૂચવવા માટે સરકારે ઉચ્ચ સ્તરીય નિષ્ણાત કમિટીની રચના કરી છે. ઉપરાંત એજન્સીના ચેરમેનની પણ બદલી કરવામાં આવી છે.

  1. પેપર લીકના વિવાદ વચ્ચે NEET કાઉન્સેલિંગ મોકૂફ રાખવામાં આવ્યું, જાણો આ મામલે કોંગ્રસ નેતાએ શું કહ્યું.. - NEET UG counselling
  2. NEET PG 2024 પરીક્ષા માટે નવી તારીખો જાહેર, જે ગયા મહિને મુલતવી રાખવામાં આવી હતી - NEET PG 2024

ABOUT THE AUTHOR

...view details