મુંબઈઃ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસમાં મુંબઈ પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપી અનુજ થપન અંગે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. આરોપી અનુજે પોલીસ કસ્ટડીમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ આરોપીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જોકે, આરોપીને બચાવી શકાયો ન હતો અને હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું છે.
સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનાર મુખ્ય આરોપી સાગર પાલ અને વિકી ગુપ્તા હજુ પણ પોલીસની કસ્ટડીમાં છે. આ બંને આરોપીઓએ 14 એપ્રિલે સવારે 5 વાગ્યે સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર કર્યો હતો. 32 વર્ષીય આરોપી અનુજ થાપનના મૃત્યુ પર ડેપ્યુટી પોલીસ કમિશનર દત્તા નલાવડેએ કહ્યું કે, આ અકસ્માત બાદ આરોપીને તાત્કાલિક જીટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો અને તેના રિપોર્ટસ કરાવવામાં આવ્યા હતા. જો કે તે હોસ્પિટલમાં મૃત્યુ પામ્યો છે.
સલમાન ખાન હાઉસ ફાયરિંગ કેસમાં તમામ આરોપીઓ પર MCOCA કાયદો લાદ્યા પછી, કેસને વધુ તપાસ માટે ક્રાઈમ બ્રાન્ચના સેલ 9ના સહાયક પોલીસ કમિશ્નરને સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ મહારાષ્ટ્રમાં બિશ્નોઈ ગેંગના નેટવર્કની પણ તપાસ કરી રહી છે. આરોપી વિકી ગુપ્તા (24), સાગર પાલ (21) અને અનુજ થાપન (32)ને વિશેષ મકોકા કોર્ટે 8 મે સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે.
આરોપી સોનુ કુમાર બિશ્નોઈ (37)ને તબીબી આધાર પર ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. અનુજકુમાર થાપન અને સોનુકુમાર બિશ્નોઈ બંનેએ પનવેલના રહેવાસી સાગર પાલ અને વિકી ગુપ્તાને બે પિસ્તોલ સપ્લાય કરી હતી. પંજાબમાંથી 2 હથિયાર સપ્લાયર સોનુકુમાર વિષ્ણુ અને અનુજ થાપનની ધરપકડ કરવામાં આવી હતી. અનુજ થપાને લોકઅપમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યા બાદ સારવાર માટે જીટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ જીટી હોસ્પિટલના તબીબોએ જણાવ્યું હતું કે અનુજ થાપનનું સારવાર દરમિયાન મોત થયું છે.
- બ્રેન્ટ નોર્થના સાંસદ બેરી ગાર્ડિનરે વેમ્બલી સ્ટેડિયમમાં સલમાનખાનનું સ્વાગત કર્યું ખાસ સ્વાગત, તસવીરો જુઓ - Salman Khan In London
- સલમાન ખાન ફાયરિંગ કેસમાં મુંબઈ પોલીસ બેતિયા પહોંચી, શૂટર વિકી ગુપ્તાના 5 નજીકના મિત્રોને ઝડપી લીધા - SALMAN KHAN FIRING CASE